પોરબંદરમાંથી પાણીના નિકાલ માટે ભાજપ સરકાર દાખવે તે જરૂરી:કોંગ્રેસ

  • August 30, 2024 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેતપુરના કારખાનાના ગંદા પાણી પોરબંદરના દરિયામાં વહાવવા જેટલો જ ઉત્સાહ પોરબંદરમાંથી પાણીના નિકાલ માટે ભાજપ સરકાર દાખવે તે જ‚રી છે.
પોરબંદર જીલ્લા કોંગ્રેસના આગેવાન ભાર્ગવ જોશીએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,આપના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એની પુર્વેની સરકારોમાં વરસાદ પુર્વેના આયોજનોમાં અતિ કચાશો રહી જતી હતી,પરંતુ તેઓના સમયગાળા દરમ્યાન અતિવૃષ્ટિ ઓછી અથવા નહીવત બરાબર હોવાથી અને આપ  સમયગાળામાં એક જ સિઝનમાં ત્રણ ત્રણ વખત અતિવૃષ્ટિ થઇ છે,જેના નિરીક્ષણ માટે આપ બબ્બે વખત દ્વારકા-જામનગર અને એક વખત આ એક માસમાં કુલ ત્રણ વખત આપ  હવાઈ નિરીક્ષણ કરીને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનો ‚બ‚ નજારો પણ જોયો છે. 
આ અતિવૃષ્ટિમાં પોરબંદરમાં ખુબ અસહ્ય નુકશાન થયું છે, ખાસ કરીને ભુગર્ભ ગટરમાં પાલિકાનો ભ્રષ્ટાચાર ઉડીને લોકોની આંખે આવ્યો છે, તો પાલિકાના કેટલાક વગદાર સભ્યોએ શહેરમાં હયાત અને રાજાશાહીના વખતની ડ્રેનેજ ગટરોને બુરી દેવાનું કામ કર્યું છે, અથવા તો તેને આગોતરા આયોજન મુજબ સફાઈ કરવામાંથી સુગ લીધી છે.તેવામાં સવાલ એ થાય કે,સરકાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે અરબો રૂપીયાનું ભંડોળ ફાળવે છે, પરંતુ જીલ્લા કક્ષાએ અથવા પાલિકા કક્ષાએ અતિ ભ્રષ્ટાચારને કારણે મુળભુત કામ થવાને બદલે કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ કે જુજ ભ્રષ્ટ નેતાઓના ગજવા ફુલાય છે,પરિણામે વરસાદ દરમ્યાન જરા પણ વરસાદ વધી જાય તો શહેરમાં પાણી ભરાવા લાગે છે, જેના ત્રણ ત્રણ વખત વરવા ‚પ આપ હવાઈ નિરીક્ષણથી જાતે નિહાળ્યા છે. 
પોરબંદરમાં કેન્દ્ર અને રાજયના કુલ ૫૮૧૩ કરોડ ‚પિયા ગેરવલ્લે ગયા હોવાનું સ્થાનિક જનતા માને છે, જે અતિવૃષ્ટિ રાઉન્ડ-૧ ના વરસાદમાં નજરે ચડયું પણ છે.લોકોની તકલીફ તાત્કાલિક દુર કરવાના આપના આદેશને અનુસરીને પોરબંદરના તત્કાલીન કલેકટરે જુની બુરવામાં આવેલી અને રાજાશાહીના સમયની સાંઢયા ગટર ખુલ્લી કરાવતા જ પોરબંદરમાં ભરાયેલા પાણી ઓસરવા પામ્યા હતા એ અંગે આપનો આભાર વ્યક્ત કરું છું કે આપની સૂઝબુઝના કારણે પોરબંદરને ડુબતું બચાવી લેવાયું, પરંતુ આ અંગે લોકો સરકારને સમજે એ પહેલા તો તત્કાલીન કલેકટરની બદલી થઇ, જેથી સ્થાનિક રાજકારણ પાસે સરકાર પણ મૌન બની જતી જનતાએ નીહાળી અન્યથા જો એ કલેકટર હજુ થોડો સમય પોરબંદરમાં કલેકટર પદે ચાલુ રહ્યા હોત તો પોરબંદરમાં અતિવૃષ્ટિ-૨ થી જે રીતે ફરી પાણી ભરાયા એ ભરાયા ન હોત, આ વખતે જુનો કુંભારવાડા, કડિયા પ્લોટનો વિસ્તાર, બોખીરા, રોકડીયા હનુમાનજી મંદિરનો સામેનો વિસ્તાર તેમજ નરસંગટેકરીનો બાજુનો વિસ્તાર એવા રાજીવનગરમાં પાણી ભરાયા ન હોત. 
જેતપુરના ગંદા પાણીના નિકાલ માટે નિયમોને નેવે મુકીને યોજના બનાવવામાં સરકારે જેટલી ઓતપ્રોતતા દાખવી એટલી જ ઓતપ્રોતતા જો વરસાદી પાણીના નિકાલ માટે દાખવી હોત તો પોરબંદર, દ્વારકા તેમજ સૌરાષ્ટ્રનો વિસ્તાર પાણીના ભરાવાથી મુક્તિ પામી શક્યો હોત.અમને સામાન્ય માણસને પાણી કેમ ભરાય એ સવાલ થતો હોય તો, આપને અને આપની સરકારને પણ આ સવાલ જરૂર થતો જ હશે ? આ સવાલનો સરળ અને સામાન્ય જવાબ એ માત્ર છે કે વરસતા વરસાદનું પાણી જયારે ધીમીધારે વરસતું હોય ત્યારે જમીન ગ્રહણ કરી લેતી હોય છે, પરંતુ જો એ ધોધમાર વરસે તો એ પાણી એકઠું થઈને સમુદ્ર તરફ ગતિ કરે અને સમુદ્રમાં ભળીને શાંત થઇ જાય, ત્યારે આવા વહેણ બુરી નાંખવાનું કામ આપની પહેલાની પરંતુ આપના પક્ષની બહુમત સરકારોમાં થયું છે,જેનાથી સમગ્ર ગુજરાતમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે,જેમાં વડોદરા, મોરબી, સૌરાષ્ટ્ર, વાપી, વલસાડ અને નવસારી, કચ્છનો ભાગ તેમજ પોરબંદર અને દ્વારકા છે, જ્યાં પાણીના નિકાલના વહેણોને યા તો સરકારે બંધ કરાવ્યા છે? યા સરકારે આંખ આડા કાન કરી  લેતા વગદાર નેતાઓ કે અધિકારીઓએ આવા વહેણ ઉપર અન અધિકૃત કબજો કરીને, બાદમાં એને રેગ્યુલાઈઝ કરાવીને તેવી જગ્યા પરથી પાણીને સમુદ્ર તરફ જતાં રોક્યા છે,પરિણામે પાણી શહેરોમાં ભરાયા છે. આની અસર હવે ગામડાઓમાં પણ પડી રહી છે. 
ત્યારે માઈ બાપ સરકારને વિનંતી કરવાની કે સરકાર જેમ ડીપ-સી પ્રોજેક્ટ (જેતપુરના સાડી કારખાનાઓના ગંદા પાણીના નિકાલને સમુદ્રમાં ઠાલવવા) જેવી યોજનાઓને બનાવવામાં જેટલી ઉતાવળ રાખે છે એનાથી અર્ધી ઉતાવળ જો વરસાદી પાણીના નિકાલ માટે રાખે તો ભવિષ્યમાં શહેરોને ડુબતા બચાવી શકાય. જેમ આજે સરકાર અને એના અનુભવી અધિકારીઓને ખબર પડી રહી છે કે,વરસાદના પાણીને સમુદ્રમાં જતાં રોકવાથી બાદમાં અરબો ખર્બો ‚પિયાના નુકશાનની સાથે માનવ જીવનું પણ નુકશાન વેઠવું પદે છે એમ જ ડીપ-સી પ્રોજેક્ટને તાત્કાલિક અસરથી રોકી દેવામાં નહી આવે અને આનન ફાનનમાં લાગુ કરી દેવામાં આવશે તો, ભવિષ્યમાં પોરબંદર, માણાવદર અને ઘેડ પંથકની જમીનોને, સમુદ્રી જીવોને, માછીમારીના વ્યવસાયને, લોકોના સ્વાસ્થને ન પુરી શકાય તેવું ભારી માત્રામાં નુકશાન થશે અને ત્યારની સરકારે ડીપ-સી પ્રોજેક્ટ બંધ કરવાની જ‚ર ઉભી થશે ત્યારે આ પ્રોજેક્ટ અંગે સરકાર ફેર વિચારણા કરે અને ઘેડ પંથકના ખેડુઓ, સાગર ખેડુઓ પુન:ર્વિચાર કરે તેમ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application