બંધારણના નિર્માતા ડો.આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ સંસદમાં ધક્કામુકી થઈ છે. સંસદની કાર્યવાહી શ થતાં પહેલાં સંસદ પરિસરમાં ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં સત્તાધારી પક્ષના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. પ્રતાપ સારંગીની આંખમાં ઈજા થઈ છે. બંને આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે. પ્રતાપ સારંગીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યેા જે મારા પર પડો જેના પછી હત્પં નીચે પડી ગયો. પોતાના આરોપો પર રાહુલગાંધીએ કહ્યું કે યારે હું અંદર જઈ રહ્યો હતો ત્યારે બીજેપી સાંસદો મને ધમકાવી રહ્યા હતા. તેણે મને ધક્કો માર્યેા, પરંતુ ધક્કામૂકી કરવાથી અમને કોઈ ફાયદો થતો નથી. કોંગ્રેસનો આરોપ છે કે બીજેપી સાંસદોએ પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે ધક્કામુકી કરી છે.
રાયસભામાં ડો. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ વિપક્ષ પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સંસદ સંકુલમાં પ્રદર્શન કયુ હતું. રાહત્પલ વાદળી ટી–શર્ટમાં પહોંચ્યા હતા, જયારે પ્રિયંકા વાદળી સાડીમાં સંસદ પહોચ્યા હતા. બીજી તરફ ભાજપ કોંગ્રેસ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. પાર્ટીના સાંસદોએ સંસદ પરિસરમાં આ અંગે પ્રદર્શન કયુ હતું.
સંસદની અંદર પણ હોબાળો ચાલુ રહ્યો હતો. લોકસભામાં ધાંધલ ધમાલના કારણે ગૃહની કાર્યવાહી શ થયાના થોડા સમય બાદ જ ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. યારે કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યોએ શાહની ટિપ્પણી સંબંધિત મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરતી વખતે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો, ત્યારે શાસક પક્ષના સભ્યોએ પણ મુખ્ય વિરોધ પક્ષ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવીને વળતો પ્રહાર કર્યેા હતો.
કોંગ્રેસ અને અન્ય ઘણા વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે શાહે મંગળવારે તેમના સંબોધન દરમિયાન આંબેડકરનું અપમાન કયુ હતું.
ભાજપ સાંસદોએ ધક્કો મારતા ઘૂંટણમાં ઈજા: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તપાસની માંગ સાથે સ્પીકરને પત્ર લખતા કહ્યું છે, કે 'ભાજપ સાંસદોએ ધક્કો મારતા મારા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેમાં પહેલેથી સર્જરી કરવામાં આવી છે. ઈજાના કારણે મારે જમીન પર બેસી જવું પડું હતું. સંસદમાં ધક્કા–મુક્કીના મામલે વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વીડિયો પણ શેર કર્યેા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, સંસદમાં પ્રવેશ કરતાં સમયે સત્તાધારી પાર્ટી ભાજપના સાંસદો તરફથી કથિત રીતે કોંગ્રેસના સાંસદોને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ આરોપ લગાવ્યો કે, ભાજપના સાંસદોએ ધક્કા મુક્કી કરી તેમાં મારા ઢીંચણમાં ઈજા થઈ છે. અમિત શાહ માફીની માગ કરતા સૂત્રોચ્ચાર
પ્રિયંકા ગાંધી અને રાહત્પલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ સંસદ ભવન સંકુલની બહાર પ્રદર્શન પણ કયુ હતું. આ દરમિયાન સાંસદોએ જય ભીમ, જય ભીમના નારા લગાવ્યા હતા. આ સિવાય અમિત શાહ માફીની માંગ કરતા સૂત્રોચ્ચાર પણ કરતા જોવા મળ્યા હતા. આ પ્રદર્શનમાં સપા સાંસદ રામ ગોપાલ યાદવ અને ઉદ્ધવ સેનાના સંજય રાઉતે પણ ભાગ લીધો હતો. સંજય રાઉત પણ બ્લૂ શર્ટમાં જોવા મળ્યા હતા, યારે રામ ગોપાલ યાદવે બ્લુ જેકેટ પહેયુ હતું.
રાહુલ ગાંધીના ધક્કાથી મને ઈજા થઇ: ભાજપના સાંસદનો દાવો
બીજેપી સાંસદ પ્રતાપ ચદ્રં સારંગીએ દાવો કર્યેા છે કે રાહત્પલ ગાંધીએ તેમને ધક્કો મારવાને કારણે તેમને ઈજા થઈ છે. બીજેપી સાંસદે કહ્યું કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યેા. આ કારણે તે મારા પર પડો અને હું નીચે પડી ગયો. પ્રતાપચદ્રં સારંગીને કપાળમાં ઈજા થઈ છે. આ પછી, તેને ઉતાવળમાં વ્હીલચેર પર બેસાડીને સારવાર માટે લઈ જવામાં આવ્યો. આ ઘટના સંસદના મકર દ્રાર ખાતે બની હતી.
ભાજપના સાંસદોએ અંદર જતા રોકયો: રાહુલ
રાહુલ ગાંધીએ સ્પષ્ટ્રતા કરતા કહ્યું કે અમે મકર દ્રારથી સંસદની અંદર જઈ રહ્યા હતા. ભાજપના લોકો ત્યાં ઉભા હતા અને તેમને અંદર જતા રોકયા હતા. સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી અને લોકો નીચે પડી ગયા હતા. આ લોકો બંધારણ પર હત્પમલો કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે. રાહત્પલે ભાજપના સાંસદો પર તેમને એન્ટ્રી ગેટ પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહત્પલનું કહેવું છે કે તેઓ મને ધમકાવતા હતા. અમે સીડી પર ઉભા હતા. રાહત્પલ કહે છે કે બધું કેમેરામાં કેદ થઈ ગયું છે. ખડગેજી સાથે પણ ઝપાઝપી થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech