આયુષ્માન, અપારશક્તિ ખુરાનાના જ્યોતિષ પિતાનું નિધન

  • May 20, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  • પી. ખુરાના બે દિવસથી ચંડીગઢની હોસ્પિટલમાં દાખલ હતા

  • આયુષ્યમાનના પિતા છેલ્લા ઘણા સમયથી હાર્ટની બીમારીથી પીડિત હતા


    બોલીવૂડમાં બધાઇ હો જેવી જરા હટ કે ફિલ્મોમાં માટે જાણીતા એક્ટર આયુષ્યમાન ખુરાનાના પિતાનું શુક્રવારે સવારે ચંડિગઢમાં નિધન થઇ ગયું. તેઓ જાણીતા જ્યોતિષ હતા અને પી. ખુરાના તરીકે જાણીતા હતા. શુક્રવારે સાંજે જ ચંડીગઢના મણિમાજરા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    છેલ્લા 2 દિવસથી પી ખુરાના પંજાબની મોહાલીની હોસ્પિટલમાં દાખલ હતા. હૃદયની બિમારીના કારણે તેઓ 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આયુષ્માનનો ભાઈ અને અભિનેતા અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.

    આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ખૂબ જ દુઃખની વાત છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષાચાર્ય પી ખુરાનાનું શુક્રવારે સવારે 10.30 વાગ્યે મોહાલીમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા.

    પી. ખુરાના અપારશક્તિ ખુરાના અને આયુષ્માન ખુરાના સાથે સારા બોન્ડ શેર કરતા હતા. આયુષ્માન ખુરાના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં તેણે કહ્યું, 'અમને જણાવતા દુઃખ થાય છે કે, આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું સવારે 10.30 વાગ્યે મોહાલીમાં નિધન થયું છે.


    આ ઘડીમાં અમને ટેકો આપવા બદલ દરેકનો આભાર.આયુષ્યમાન તેની પિતાની ખુબ નજીક હતો. તે પોતાના પિતાને સાચા હીરો માનતો. તાજેતરમાં ફાધર્સ ડેના દિવસે આયુષ્યમાને પિતા માટે એક ભાવુક પોસ્ટ લખી જણાવ્યું હતું કે...



  • 'મારા પિતાએ કાયદાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેઓ જ્યોતિષ બનવાનું પસંદ કરતા હતા. તેમને સંગીત, કવિતા અને કલાની ઘણી સમજ છે. તેમની પાસેથી જ મને કલા પ્રત્યેનો પ્રેમ જાગ્યો. આજે હું જે કંઈ પણ છું, તેમાં મારા પિતાનો મોટો હાથ છે. તમે જ અમને શિસ્ત શીખવી અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી. તે જ સમયે, દરેક પગલા પર હિંમત સાથે ઉભા રહો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application