અયોધ્યા પર હુમલાનાં કાવતરાંનો પર્દાફાશ

  • January 04, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન યુપી એટીએસએ અયોધ્યામાં આતંકી હત્પમલાના કાવતરાને લઈને મોટો ખુલાસો કર્યેા છે. એટીએસના જણાવ્યા અનુસાર અયોધ્યા પર હત્પમલાનું કાવતં ઔરંગાબાદમાં ઘડવામાં આવી રહ્યું હતું. કેસ નોંધ્યા બાદ એટીએસએ ઔરંગાબાદમાં ૧૧ શકમંદોના ઘર પર દરોડા પાડા હતા પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ દરમિયાન ઘણા ફોન રિકવર કરવામાં આવ્યા હતા. એટીએસએ હવે આ શકમંદોને લખનૌ હેડકવાર્ટરમાં બોલાવ્યા છે. આ દરમિયાન એટીએસ લખનૌમાં તેમની પૂછપરછ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઔરંગાબાદમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિા પહેલા કેટલાક યુવકો ચોક્કસ સમુદાયના લોકોને ભડકાવી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય મંદિરના ઉધ્ઘાટન પહેલા કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો. એટીએસને ષડયંત્રની માહિતી મળ્યા બાદ ટીમ સક્રિય બની હતી. મિર્ઝા સૈફ બેગ, અબ્દુલ વાહિદ, યાસિર, ઝિયાઉદ્દીન સિદ્દીકી, ચોર ભાન, એસકે ખાલિદ, તાહિર, હબીબ સહિત કાવતરામાં સામેલ ૧૧ લોકો વિદ્ધ કે નોંધવામાં આવ્યો હતો અને તપાસ શ કરવામાં આવી હતી. દરમિયાન એટીએસને સમાચાર મળ્યા કે આ તમામ શકમંદો ઘરમાંથી ગુમ થઈ ગયા છે. યુપી એટીએસની ટીમ ઔરંગાબાદ ગઈ હતી અને તેના ઘરે દરોડા પાડા હતા. આ સમય દરમિયાન, શકમંદો પકડાયા ન હતા પરંતુ ઘણા લોકોના મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે યુપી એટીએસ દ્રારા જ કરવામાં આવ્યા હતા. એટીએસના જણાવ્યા અનુસાર તમામ શકમંદો સોશિયલ મીડિયા પર એકિટવ હતા. ઔરંગાબાદના રહેવાસી યુવકે આઇએસના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી હતી, જેને તમામ લોકોએ શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ

યુપી એટીએસએ ઝાંસીના જીબ્રાન મકરાણીની ધરપકડ કરી હતી, જેણે અયોધ્યામાં રામ મંદિરને લઈને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટસ પોસ્ટ કરી હતી. જીબ્રાન મકરાણીની આ પોસ્ટ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે રામ લલ્લાની મૂર્તિના અભિષેકના પ્રસ્તાવિત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એટીએસના સાયબર પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યાના પ્રસ્તાવિત સમારોહને ધ્યાનમાં રાખીને એટીએસ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતર્ક નજર રાખી રહી છે. આ સાયબર પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આઈડી ષશબફિક્ષખફસફિક્ષશ૧  દ્રારા ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી છે.

બદલો લેવાની ઈચ્છા છે .....મુસ્લિમોએ જાગવું પડશે: સદ્દામ

ઈન્ટરનેટ મીડિયાની દેખરેખ દરમિયાન એટીએસને ઔરંગાબાદના સદ્દામની વાંધાજનક પોસ્ટ મળી હતી. જેમાં લખ્યું હતું કે જેહાદ મારા લોહીમાં છે. બલિદાનથી ડરશે નહીં. ચૂંટાયેલી સરકાર મુસ્લિમો પર અત્યાચાર કરે છે. હત્પં બાબરી મસ્જિદના નિર્ણયથી નારાજ છું. બદલો લેવાની ઈચ્છા છે. ઓસામા બિન લાદેન અને બુરહાન વાની મારા આદર્શ છે. આ પોસ્ટને ગંભીરતાથી લેતા એટીએસએ ૧૩ શકમંદો સામે એફઆઈઆર નોંધી હતી. જે બાદ સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી ઔરંગાબાદમાં ૧૧ શકમંદોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમના મોબાઈલ ફોન અને અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણો જ કરવામાં આવ્યા હતા. યારે બે શકમંદોને ઓળખવાના પ્રયાસો હાથ ધરાયા છે.

યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હતા

તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણા યુવાનોનું જૂથ બનાવીને તેમને જેહાદ માટે ઉશ્કેરવા અને ઉત્તર પ્રદેશમાં ઘટનાઓને અંજામ આપવાની યોજના ઘડવામાં આવી રહી છે. અયોધ્યા અને અન્ય શહેરોમાં આતકં ફેલાવવાનું ષડયત્રં રચવામાં આવી રહ્યું છે. એડીજી એટીએસ મોહિત અગ્રવાલનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેટ મીડિયા પર શંકાસ્પદ પોસ્ટ અને આવી અન્ય ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી છે. આ દરમિયાન ઔરંગાબાદના કેટલાક યુવાનોની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી છે. ૧૩ શંકાસ્પદ વ્યકિતઓ સામે ગુનો નોંધીને આ કેસની સઘન તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application