Australian Open 2025: નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત, ક્વાર્ટર ફાઇનલમાં 15 વર્ષ નાના કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો

  • January 21, 2025 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોકોવિચ હાલમાં 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સાથે સૌથી સફળ પુરુષ ખેલાડી છે. જો તે આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપન જીતશે, તો તે 25 ગ્રાન્ડ સ્લેમ જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બનશે.


નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો. જોકોવિચે યુવા ચેલેન્જર કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-3, 6-4 થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પહેલો સેટ 4-6 થી હારી ગયા બાદ અને મેડિકલ ટાઇમ આઉટની જરૂર પડ્યા બાદ, નોવાક જોકોવિચે બાકીના સેટ 6-4, 6-3, 6-4 થી જીતીને મેચમાં વાપસી કરી. બીજા સેટમાં જોકોવિચે પહેલા 3-0ની લીડ લીધી પછી અલ્કારાઝે 3-3ની બરાબરી કરી.


ATP રેન્કિંગમાં 7મા ક્રમે રહેલા જોકોવિચ હાલમાં (પુરુષોમાં) સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર ખેલાડી છે. જો તે આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપન જીતશે તો તે 25 ગ્રાન્ડ સ્લેમ જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બનશે.


સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ (પુરુષો અને મહિલા સિંગલ્સ)


૧. નોવાક જોકોવિચ (પુરુષ-સર્બિયા)- ૨૪

૨. માર્ગારેટ કોર્ટ (મહિલા-ઓસ્ટ્રેલિયા)- ૨૪

૩. સેરેના વિલિયમ્સ (મહિલા-યુએસએ)- ૨૩

૪. રાફેલ નડાલ (પુરુષો - સ્પેન) - ૨૨

૫. સ્ટેફી ગ્રાફ (મહિલા-જર્મની)- ૨૨

૬. રોજર ફેડરર (સ્વિટ્ઝર્લૅન્ડ)- ૨૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application