કાર્તલકાયા એ કોરોગ્લુ પર્વતોમાં આવેલું એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે, જે ઇસ્તંબુલથી લગભગ 300 કિલોમીટર (185 માઇલ) પૂર્વમાં અને રાજધાની અંકારાથી 170 કિલોમીટર (100 માઇલ) ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આમાં જ આગ લાગી.
તુર્કીના એક રિસોર્ટમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં ઓછામાં ઓછા 66 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ સાથે, ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલો છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પર્વતની ટોચ પર છે આ રિસોર્ટ
અગાઉ સમાચાર આવ્યા હતા કે મંગળવારે સવારે ઉત્તરપશ્ચિમ તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 32 અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે, પર્વતની ટોચ પર આવેલા કાર્તલકાયા રિસોર્ટમાં ૧૨ માળની ગ્રાન્ડ કાર્તલ હોટેલના રેસ્ટોરન્ટમાં સ્થાનિક સમય મુજબ સવારે ૩:૨૭ વાગ્યે (૦૦૨૭ GMT) આગ લાગી હતી.
લોકો ઇમારત પરથી કૂદવા લાગ્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગભરાટમાં ઇમારત પરથી કૂદી પડ્યા પછી ઓછામાં ઓછા બે પીડિતોના મોત થયા છે. સ્થાનિક મીડિયાએ પણ અહેવાલ આપ્યો છે કે મહેમાનો ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાયરલ ફૂટેજમાં હોટલની છત અને ઉપરના માળે આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા હતા અને બેકગ્રાઉન્ડમાં બરફથી ઢંકાયેલો પર્વત દેખાતો હતો.
હાઉસફૂલ હતું રિસોર્ટ
શાળાની રજાઓને કારણે હોટેલ ૮૦-૯૦% ભરેલી હતી, ૨૩૦ થી વધુ મહેમાનોએ ચેક ઇન કર્યું હતું. હોટલના સ્કી પ્રશિક્ષક નેકમી કેપ્સેટ્ટુટને મીડિયાને જણાવ્યું કે તેમણે બિલ્ડિંગમાંથી લગભગ 20 લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી, પરંતુ ધુમાડાને કારણે બચવાના રસ્તા શોધવા મુશ્કેલ હતા. તેમણે કહ્યું, "હું મારા કેટલાક વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યો નથી, મને આશા છે કે તેઓ ઠીક હશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMબોલિવૂડમાં 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનાવવાની હોડ
May 09, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech