જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અઘ્યક્ષતામાં યોજાયેલ ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા એનડીપીએસ એકટ મુજબના કુલ ૪૮ ગુનાનો ૫૩ લાખનો મુદામાલ ઉચ્ચ તાપમાનવાળી ભઠ્ઠીમાં નાખીને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારની રાહબરી હેઠળ જામનગર પોલીસ અધિક્ષક તથા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના અઘ્યક્ષ આઇપીએસ પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક તથા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના સભ્ય જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ જામનગર એસઓજીના પીઆઇ અને કમિટીના સભ્ય બી.એન. ચૌધરીના સંકલન દ્વારા જામનગર જીલ્લામાં દાખલ થયેલ એનડીપીએસ એકટ હેઠળના ગુનાઓમાં કબ્જે કરેલ મુદામાલને નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અઘ્યક્ષતામાં યોજાયેલ ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા જામનગર જીલ્લામાં એનડીપીએસ એકટ હેઠળ દાખલ થયેલા ગુનાઓ પૈકી કુલ ૪૮ ગુનાનો કોર્ટમાંથી એનડીપીએસ એકટ કલમ ૫૨(એ) મુજબ નાશ કરવા માટેની મંજુરી મેળવવામાં આવી હતી.
જેમાં નાશપાત્ર મુદામાલમાં માદક પદાર્થ ગાંજો ૧૭૬.૭૯૫ કિ.ગ્રા, કિ. ૧૬.૩૬.૪૦૫, મેફેડ્રોન પાવડર ૨૧૯.૪ મીલી ગ્રામ કિ. ૨૧.૯૪ લાખ, એમડીએમએ પાવડર ૫૯ મીલી ગ્રામ કિ. ૫.૯૦ લાખ, અફીણ ૧૯૨ ગ્રામ કિ. ૫૭૦૦, ચરસ ૫.૮૫૯ કી.ગ્રા. કી. ૮.૭૮.૮૫૦ મળી કુલ કિ. ૫૩.૦૪.૯૫૫ સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેકટ પ્રા.લી. જુના કટારીયા ગામ તા.ભચાઉ, જી. કચ્છ ભુજ ખાતે આવેલ ઉચ્ચ તાપમાનવાળી ભઠ્ઠીમાં નાખીને કાયદેસરની કાર્યવાહીથી નાશ કરેલ છે.
આ કાર્યવાહી એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ એલ.એમ.ઝેર તથા પીએસઆઇ એ.વી. ખેર, એસઓજી સ્ટાફ તથા લગત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તથા ક્રાઇમ રાઇટર હેડ દ્ારા કરવામાં આવી હતી.