જામનગર સહિત ગુજરાતભરમાં અનેક કિમીયા અજમાવીને ઠગાઇના કિસ્સા દિન પ્રતિદીન વધી રહયા છે, ત્યારે દેવભુમીના હેડ કવાર્ટર ખંભાળીયા તાલુકામાં રૂા. ૪૮ હજાર કરોડની જંગી રકમની મધલાળ દેખાડીને લોકોને શીશામાં ઉતારવાના રચાયેલા તરકટ પરથી પોલીસે પડદો ઉંચકયો છે અને બે શખ્સોને દબોચી લીધા છે, આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્રારા પોતાના પિયા ૪૮,૦૦૦ કરોડ રિઝર્વ બેન્કમાં જમા છે, તે છોડાવવા માટે ભરવાના થતા ટેકસમાં ફંડિંગ બદલ તોતિંગ રકમનું કમિશન આપવાના આયોજનબદ્ધ રીતે આસામીઓ સાથે ઠગાઈ થાય, તે પૂર્વે એસ.ઓ.જી. પોલીસે આ પ્રકરણના બે આરોપીઓને ઝડપી પાડા છે.
ખોટા દસ્તાવેજો લોકોને બતાવી લોકોને કમિશનની લાલચ આપી આ સમગ્ર પ્રકરણની સિલસિલાબધં વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં નવા રીંગ રોડ ઉપર અટલ સરોવરની બાજુમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ૨૦૫ નંબરના લેટમાં રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા નામના ૨૧ વર્ષના શખ્સ દ્રારા ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં ચારિય તથા કોઈ ગુનો નોંધાયો ન હોવા બાબતે પોલીસ વેરિફિકેશનના દાખલાનો ઉપયોગ ચોક્કસ કામ માટે કરવામાં આવ્યો હતો.
આ વચ્ચે ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્રારકા જિલ્લા એસ.ઓજી. પોલીસ સ્ટાફ દ્રારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઉપરોકત બાબત અંગેની મળેલી માહિતીના આધારે એસ.ઓ.જી.ના જવાનો દ્રારા વધુ માહિતી મેળવતા ઉપરોકત શખ્સ દ્રારા આરબીઆઈના ખોટા બનાવેલા દસ્તાવેજોથી પોતાના ખાતામાં પિયા ૪૮ હજાર કરોડ જમા થયા છે તેને છોડાવવા માટે ટેકસ ભરનારને ચોક્કસ ટકાવારીનો હિસ્સો અપાશે તેવી અલગ અલગ વ્યકિતઓ સાથે મિટિંગ ગોઠવવામાં આવતી હોવા ઉપરાંત આ મીટીંગ સાથે જે–તે આસામી પાસેથી નાણાં મેળવવા માટેની તજવીજ ચાલતી હતી.
એસ.ઓ.જી. પોલીસે અટકાયત કરી આ પ્રકરણમાં આરોપી ઋતુરાજસિંહ સોઢા અને અન્ય એક આરોપી માધવ કિરણકુમાર પ્રતાપરાય વ્યાસ (ઉ.વ. ૨૪, રહે. નાગેશ્વર રોડ, રાજકોટ) દ્રારા ખંભાળિયામાં કોઈ વ્યકિત સાથે મીટીંગ કરવામાં માટે આવ્યા હોવાનું વધુમાં ધ્યાને આવ્યું હતું. આથી એસ.ઓ.જી. પોલીસે વચલા બારા ગામેથી આરોપી ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢાની અટકાયત કરી લીધી હતી.
પુછપરછમાં ૧૭ દસ્તાવેજો મળી આવ્યા આ શખ્સની પૂછતાછમાં તેણે સિંગાપુર ખાતે ડિપ્લોમા બી.ઈ.નો અભ્યાસ કર્યેા છે અને એક આર્ટીકલ બેંગલોરની કંપનીને વેચાણ કરેલ છે. તેના કુલ પિયા ૪૮,૦૦૦ કરોડ હાલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા છે અને તેને છોડાવવા માટે પિયા ૨,૪૦૦ કરોડનો ટેકસ ભરવાનો થતો હોય, જેના ફંડિંગ કરી શકે તેવી પાર્ટીઓ સાથે મીટીંગ કરતા આવવાનું તેણે જણાવ્યું હતું. તેની પાસે રહેલી ફાઈલ પોલીસે ચકાસતા તેમાં રિઝર્વ બેન્કનું ડેકલેરેશન લેટર, એચ.એસ.બી.સી.નું કસ્ટમર ક્રેડિટ પત્ર, રિઝર્વ બેન્કનો કસ્ટમર ઇન્ફોર્મેશન રિપોર્ટ, નોટિફિકેશન લેટર, એન.ઓ.સી., એપ્રુવલ લેટર વગેરે અલગ અલગ પ્રકારના કુલ ૧૭ દસ્તાવેજો મળી આવ્યા હતા.
કોઈ રકમ જમા થઈ ન હોવાનું સામે આવ્યું આ તમામ દસ્તાવેજો જોતા જ પોલીસને દેખીતી રીતે જ ખોટા અને બનાવટી લાગ્યા હતા. આથી પોલીસે ઉપરોકત શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્રારા આર્થિક ફાયદો મેળવવા માટે બેંગ્લોરના પ્રભુભાઈ નામના એક શખ્સ પાસેથી આ પ્રકારની બનાવટી ફાઈલ તૈયાર કરાવી હતી. જેમાં આરબીઆઈમાં પિયા ૪૮,૦૦૦ કરોડ બ્લોક હોય, તે અનબ્લોક કરવા માટે પિયા ફંડિંગ કરનારને ૧૫ ટકા આપવાની લાલચ આપીને તે મીટીંગ કરવા માટે બોલાવશે તેવું નક્કી થતું હતું. આ પ્રકરણમાં આરોપીને આજ દિન સુધી કોઈએ પિયા આપ્યા ન હતા. આટલું જ નહીં, આરબીઆઈમાં કે પોતાના બેન્ક એકાઉન્ટમાં કોઈ રકમ જમા ન થઈ હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.આયોજનબદ્ધ ઠગાઈનો પ્રયાસ કરનાર ૨ની અટકાયત કરી આ રીતે બંને શખ્સોએ પૂર્વયોજિત કાવતં રચીને આરોપી ઋતુરાજસિંહ સોઢાના ખાતામાં પિયા ૪૮ હજાર કરોડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્રારા બ્લોક કરવામાં આવેલા તે મુજબના તેના મળતિયાઓ મારફતે આરબીઆઈના ખોટા દસ્તાવેજો (ફાઈલ) તૈયાર કરાવડાવી અને પિયા ૨,૪૦૦ કરોડનો ટેકસ ભરવા સહિતના આ સમગ્ર ખોટા ઉપજાવી કાઢેલા પ્રકરણ સંદર્ભે પોલીસે બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ગત સાંજે આરોપીઓની વિધિવત રીતે અટકાયત કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ હાલ ચર્ચામાં છે, ત્યારે આ પ્રકારની નવતર ઠગાઈથી સાવચેત રહેવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech