અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બે મહિનામાં બીજી વખત જીવલેણ હત્પમલાથી બચી ગયા. પેન્સિલવેનિયામાં જુલાઈ ૧૩ની રેલી બાદ તાજેતરનો હુમલો, ગઈકાલે બપોરે તેની એક ગોલ્ફ કલબમાં થયો હતો. ઘટના સમયે ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા. એફબીઆઈનું કહેવું છે કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સુરક્ષિત છે. આરોપી અને ટ્રમ્પ વચ્ચે લગભગ ૪૦૦ યાર્ડનું અંતર હતું. એકે–૪૭ સાથે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના ત્યારે બની યારે ટ્રમ્પ લોરિડાના વેસ્ટ પામ બીચમાં તેમના કોર્સ પર ગોલ્ફ કરી રહ્યા હતા. ફેડરલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) માને છે કે આ એક દેખીતી રીતે હત્યાનો પ્રયાસ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિક્રેટ સર્વિસ એજન્ટો સંભવિત જોખમો માટે વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા યારે તેઓએ ટ્રમ્પથી લગભગ ૩૬૫ થી ૪૬૦ મીટર દૂર ઝાડીઓમાંથી રાઇફલ બેરલ બહાર નીકળતી જોઈ હતી. સુરક્ષાકર્મીએ તરત જ એ દિશામાં ગોળીબાર કર્યેા હતો. જેના જવાબમાં હત્પમલાખોરે પણ ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ આ ગાડીને કલબની ઉત્તરે આવેલી માર્ટિન કાઉન્ટીમાં રોકવામાં આવી. પામ બીચ કાઉન્ટીના શેરિફ રિક બ્રેડશોએ કહ્યું, અમે માર્ટિન કાઉન્ટી શેરિફ કાર્યાલયનો સંપર્ક કર્યેા અને તેમને સૂચના આપી. તેમણે તે ગાડીને રોકીને શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરી. શેરિફે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું, અમે ત્યારબાદ પ્રત્યક્ષદર્શીને કાઉન્ટી કાર્યાલય પર લાવ્યા અને શંકાસ્પદ વ્યકિતની ઓળખાણ કરાવી. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે મેં આ જ વ્યકિતને ઝાડીઓમાંથી ભાગીને ગાડીમાં બેસતાં જોઈ હતી.
ટ્રમ્પ આ સાહના અંતે વેસ્ટ કોસ્ટના પ્રવાસ પરથી લોરિડા પરત ફર્યા હતા. ટ્રમ્પ ઘણીવાર તેમની સવારનો સમય ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ કલબ વેસ્ટ પામ બીચ પર ગોલ્ફ અને લચં રમવામાં વિતાવે છે, જે રાયમાં તેમની માલિકીની ત્રણ કલબમાંથી એક છે. ટ્રમ્પની કેમ્પેઈન ટીમ અને ઈન્ટેલિજન્સ સર્વિસે માહિતી આપી હતી કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હજુ સુધી એ સ્પષ્ટ્ર નથી થયું કે આ ગોળીબાર અમેરિકી રાષ્ટ્ર્રપતિ ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે નહીં? પરંતુ યુએસ ગુચર સેવા એફબીઆઈએ કહ્યું કે તે આ કેસની તપાસ કરી રહી છે.
ટ્રમ્પ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ: જેડી વેન્સ
ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેટ, ઓહિયો સેનેટર જેડી વેન્સે એક ઓનલાઈન પોસ્ટમાં કહ્યું કે તેઓ ખુશ છે કે ટ્રમ્પ સુરક્ષિત છે. સમાચાર મળતા જ મેં તેની સાથે વાત કરી અને તે આશ્ચર્યજનક રીતે સારા મૂડમાં હતા. વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે તે જાણીને તેમને રાહત થઈ છે
હત્પં સંપૂર્ણપણે સુરક્ષિત છું: ટ્રમ્પ
બીજા હત્યાના પ્રયાસ બાદ પોતાના સમર્થકોને મોકલેલા ઈમેલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મેં મારી ચારે બાજુ ગોળીબારના અવાજો સાંભળ્યા હતા. પરંતુ અફવાઓ કાબૂમાંથી બહાર નીકળે તે પહેલાં હુ તમને કહેવા માંગુ છું કે હત્પં સંપૂર્ણપણે સુરક્ષિત છું.
અમેરિકામાં હિંસાને કોઈ સ્થાન નથી: કમલા
કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્ર્રપતિ જો બાઈડેન અને હેરિસને તપાસ અંગે સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ છે
હુમલાખોર ટ્રમ્પનો કટ્ટર ટીકાકાર, યુક્રેનનો સમર્થક
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોલ્ફ કોર્ટમાં એકે–૪૭થી ગોળીબાર કરનાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. જે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે તે ટ્રમ્પનો કટ્ટર ટીકાકાર છે. તે રશિયા–યુક્રેન યુદ્ધમાં યુક્રેનનું સમર્થન કરે છે. આરોપીની ઓળખ ૫૮ વર્ષીય રાયન વેસ્લી થ તરીકે થઈ છે. આરોપીનો હેતુ હજુ સ્પષ્ટ્ર નથી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બંદૂકધારી બે બેકપેક અને એક ગોપ્રો કેમેરા સાથે હતો. આરોપીનો ગુનાહિત રેકોર્ડ પણ છે. રોથને ૨૦૦૨માં હથિયાર રાખવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech