અંધાશ્રમ ફાટક પાસે મહિલા પર હુમલો

  • July 24, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્યાન આપતા ન હોવાની મામાને વાત કરતાં પતિએ કરેલો હુમલો

જામનગર અંધાશ્રમ વિસ્તારમાં રહેતો એક ટ્રક ડ્રાઇવર વિફર્યો હતો, અને પોતાની પત્ની પર હુમલો કરી દેતાં તેણીને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યારે પતિ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.
 જામનગરમાં અંધ આશ્રમ ફાટક પાસે હનુમાન ચોકમાં રહેતી હકુબા રણજીતસિંહ જાડેજા નામની ૩૫ વર્ષની મહિલાએ પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડવા અંગે પોતાના પતિ રણજીતસિંહ પ્રાગજી જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેણીને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
હકુબાના મામા સજુબા જાડેજા ઘેર આવ્યા હતા, તેઓ પાસે પોતાનો પતિ હેરાન પરેશાન કરી ઘરમાં ધ્યાન આપતો ન હોવાની રજૂઆત કરતાં તેમજ ઘરમાં ગેસના બાટલા બાબતે ઉશ્કેરાયેલા પતિએ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application