માળીયા મિયાણા તાલુકાના જૂની ખીરઇ ગામે નામચીન દાના ધંધાર્થીના ઘરે દરોડો પાડવા ગયેલા પોલીસ ઇન્સ્પેકટર સહિતની ટીમ ઉપર બુટલેગરના પરિવારની સાત મહિલાઓ સહિતના ૧૦ આરોપીઓએ હીંચકારો હત્પમલો કરી ખુદ પીઆઇ ઉપર છરીના ઘા ઝીકવા પ્રયાસ કરી બાદમાં છુટા પથ્થરના ઘા મારી ગાડીમાં દસ હજારનું નુકશાન કરી એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ધોકો ફટકારી ફરજમાં કાવટ કરતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરવામાં
આવ્યો છે.
પોલીસ ઉપર હત્પમલાના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ ફતેસિંહ ધીભા પરમારે આરોપી ઇકબાલ ઇર્ફે ઇકો હાજીભાઇ મોવર, હાજીભાઇ ઓસામાણભાઇ, યુસુફ અલ્લ ારખા, સારબાઇ હાજીભાઇ મોવર,) નશીમબેન અલ્લ ારખા સંધવાણી, મુમતાજ અનવરભાઇ ભટ્ટી, આઇસા રફીકભાઇ મોવર, નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર અને તમન્ના યુસુફભાઇ સંધવાણી રહે. બધા જુની ખીરઈ ગામ વાળાઓ વિદ્ધ દાની રેઇડ કરવા જતાં હત્પમલો કરી ફરજમાં કાવટ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
વધુમાં પોલીસે નોંધાવેલ ફરિયાદમાં જાહેર કરાયુ છે કે, પોલીસ ટીમ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘેર રેઇડ કરવા ગયેલ તે વખતે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવર તથા તેના પીતા હાજી ઓસામાણભાઇ તથા તેનો ભાણેજ યુસુફ અલ્લ ારખા તથા તેના પરીવારની ક્રીઓમા સારબાઇ હાજી મોવર, નશીમ અલ્લ ારખા સંધવાણી, મુમતાજ અનવરભાઇ ભટ્ટી, આઇસા રફીકભાઇ મોવર, નજમા ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર તેમજ તમન્ના યુસુફભાઇ સંધવાણીએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસની કાર્યવાહીમાં અડચણ કરી બીભત્સ ગાળો બોલી છરી,લાકડાના ધોકા,પાઇપ જેવા જીવલેણ હથીયારો વડે પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સ્ટાફના માણસોને જાનથી મારી નાખવાના ઇરાદે હત્પમલો કર્યેા હતો. આ ઉપરાંત આરોપીએ ફરીયાદી ફતેસિંહને માથાના ભાગે ધોકાનો ઘા મારી સાહેદ વનરાજસિંહ તથા પોલીસ ઇન્સપેકટરને મારી નાખવાના ઇરાદે છરીનો ઘા કરવાની કોશિષ કરી મનુષ્ય વધ કરવા પ્રયાસ કરી છુટા પથ્થરોના ઘા કરી વાહનના આગળ પાછળના કાચ તોડી આશરે .૧૦૦૦૦નુ નુકશાન કરી આરોપી યુસુફ સફેદ કલરની ફોરચ્યુનર ગાડી લઈ નાશી ગયો હતો. બનાવ અંગે માળીયા પોલીસે તમામ આરોપીઓ વિદ્ધ બીએનએસ કાયદાની કલમ ૧૦૯(૧), ૧૨૫, ૧૨૧(૧), ૧૨૧(૨), ૧૩૨, ૩૫૨, ૧૧૦, ૧૮૯(૩), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩(૫) ૩૨૪(૨) તથા જીપી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યેા હતો.
જો કે, બીજી તરફ જૂની ખીરઇ ગામની આ ઘટનામાં મહિલાઓ સહિતના લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને માળીયા મિયાણા પોલીસે કારણ વગર માર મારી પરિવારના પુષોને ઢસડીને લઈ ગયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech