છેડતીથી બચવા એક્ટ્રેસે લાઇવ કરી પોલીસની મદદ માગી
કોલકાતામાં એક ડોક્ટર મહિલા રેપ એન્ડ મર્ડરની ઘટના માટે દેશમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. જો કે આ વચ્ચે એક્ટ્રેસ પાયલ મુખર્જીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એ બતાવે છે કે બદમાશોએ કેવી રીતે ગાડીનાં કાચ તોડી નાખ્યા. વીડિયોમાં બંગાળી એક્ટ્રેસની હાલત જોઈ શકાય છે કે તે કેવી ભયભીત બની ગઈ હતી.
દેશમાં આ દિવસોમાં કોલકાતામાં ટ્રેની ડોક્ટરની સાથે બનેલી ઘટનાને લઇને લોકો ગુસ્સામાં છે. આ વચ્ચે કોલકાતાથી એક હેરાન કરી દે એવી ખબર સામે આવી છે. આમ, બંગાળી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પાયલ મુખર્જીની સાથે પણ એક ઘટના બની છે. કોલકાતામાં બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને સાથે કાચ પણ તોડી નાખ્યા. આટલું જ નહીં અભિનેત્રી પર હુમલો કરવાની કોશિશ પણ કરી. આ ઘટના શુક્રવારનાં રોજ સાંજે સાઉથ કોલકાતામાં સદર્ન એવન્યૂ વિસ્તારમાં બની છે. આ વિશેની જાણકારી એક્ટ્રેસે પોતે એટલે કે પાયલ મુખર્જીએ આપી છે.
બંગાળી એક્ટ્રેસ પર હુમલો થયો
અભિનેત્રીએ ઘટના દરમિયાન લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યુ અને પૂરી ઘટના બતાવી છે. અભિનેત્રીની કાર પર હુમલો કરતા હુમાલાખોરોએ કાચ તોડી દીધો જેનાં કારણે પાયલની હાલત વધારે ખરાબ થઇ ગઇ.પાયલ જણાવે છે કે, એ અચાનક આ હુમલાથી હેરાન થઇ ગઇ છે. ઘટનાસ્થળની તસવીરોમાં એની કારની બારીનાં તૂટેલા કાચ પણ જોવા મળી રહ્યાં છે. આ સાથે એક્ટ્રેસે હુમલાખોરનાં બાઇકની ડિટેલ પણ શેર કરી છે.
આ દરમિયાન પાયલ કોલકાતામં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠાવે છે. અભિનેત્રી જણાવે છે કે, એનો પીછો કરી રહેલાં બાઇક સવારે પહેલાં એનાં ગાડીનાં બારીનાં કાચ ખોલવા માટે કહ્યું. પરંતુ છેડતીનાં ડરથી એક્ટ્રેસ કાચ ખોલવાની મનાઇ કરી. ત્યારબાદ હુમલાખોરોએ બારીનાં કાચને મુક્કો માર્યો અને કાચ તોડી દીધો. ત્યારબાદ સફેદ પાવડર જેવી કોઇ વસ્તુ અંદર ફેંકી. કાચનાં ટુકડા એનાં શરીર પર પડ્યા. આ વીડિયો પોસ્ટ કરતાં એક્ટ્રેસે મદદ માટે કોલકાતા પોલીસને ટેગ કર્યા છે. ત્યારબાદ પોલીસ આ ઘટના સ્થળે પહોંચી.
પાયલ મુખર્જી સાથે થયેલી આ ઘટનાએ બંગાળી ઇન્ડસ્ટ્રીમાં લોકોને હેરાન કરી દીધા છે. અનેક સિતારાઓ અભિનેત્રીનાં સમર્થનમાં સામે આવ્યા અને કોલકાતાનાં રસ્તાઓ પર મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech