ચોટીલામાં જુગારની મોસમ પૂરબહારમાં, અઠંગાઓ ઝડપાયા

  • August 08, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા પંથકમાં છેલ્લા કેટલાંક સમયમાં જુગાર રમનારા અને તેમના પર દરોડા વધી રહ્યા છે ત્યારે મફતિયાપરા-૨, દૂધેલીના માર્ગે, પાલનપીર દાદાના ઓટા પાસે તથા મોણપર ગામની સીમમાં પડેલા દરોડામાં કુલ ૮ શખસોને પોલીસે ઝડપ્યા છે.
મફતિયાપરામાં પોલીસ ઈન્સ્પેકટર જે.જે.જાડેજાની સૂચનાથી સબ ઈન્સ્પેકટર એ.એસ.બારિયા તથા વજાભાઈ, કમલેશભાઈ સહિતનાએ પાડેલ દરોડામાં ત્રણ શખસો અશરફ પઠાણ ઉ.વ.૨૧, હરેશ વાળા ઉ.વ.૩૨ અને લાુ મા‚ ઉ.વ.૩૪ને ‚પિયા ૨૩૭૫૦ તથા મોબાઈલ નંગ ૩ કિંમત ૧૫૦૦૦ સહિત ૩૮,૭૫૦ના મુદ્દામાલ સાથે પકડીને નાસી છૂટેલાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
જયારે મોણપર ગામમાં મોલડી પીએસઆઈ વી.ઓ.વાળા, એચ.આર.માંડાણી, ભરતસિંહ પરમાર, રાણાભાઈ હણ, દર્શન ચૌહાણએ પાડેલ દરોડામાં પાંચ શખસ જનક સોસા, ઘનશ્યામ પરાળિયા, મગન જતાપરા, વલ્લભ મેટાળિયા તેમજ ભગવાન લવાડિયાને ‚પિયા ૧૭,૩૭૦ સાથે ઝડપી જુગારધારા મુજબ ગુનો દાખલ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application