‘તેજસ’ ની ઉંચી ઉડ્ડાન માટે કંગના દ્વારકાધીશના ચરણોમાં...

  • November 03, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગતમંદિરમાં દર્શન કર્યા બાદ કંગનાએ બોટમાં બેસીને નિર્માણાધીન સિગ્નેચર બ્રીજનો નજારો જોયો: બેટમાં પણ દર્શન કર્યા

બોલીવુડની ફાયર બ્રાન્ડ અભિનેત્રી કંગના રનોત ગઇકાલે જામનગર એરપોર્ટ પર ટુંકુ રોકાણ કરી દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા જવા નીકળ્યા હતા, પોતાની ફિલ્મ તેજસ રુપેરી પડદે ફલોપ ગયેલ હોય, તેની સફળતા માટે દ્વારકાધીશને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
બોલિવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોત જામનગર એરપોર્ટ પર આવીને કાર દ્વારા દ્વારકા દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં હોટલ લેમન ટ્રી રોકાણ કર્યું હતું, જ્યાં હોટલ લેમન ટ્રીના ઓનર નિર્મલભાઇ સામાણી તથા સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા.
અભિનેત્રી કંગના રનોત દ્વારકાધીશના દર્શનની સાથોસાથ ગોમતી તટે તેમજ બેટ દ્વારકા ખાતે પણ દર્શને ગયા હતા, જ્યાં ઓખાથી બેટ દ્વારકા બોટની મુસાફરી કરી હતી અને નવનિર્માણ પામી રહેલ સિગ્નેચર બ્રીજ ખાતે ફોટોગ્રાફી કરી હતી.
ફિલ્મ અભિનેત્રી કંગના રનોત પોતાના બયાનોથી હંમેશા ચર્ચામાં રહે છે, તાજેતરમાં તેમની રીલીઝ થયેલ ફિલ્મ સુપર ફલોપ થતાં તેની સફળતા માટે દ્વારકાધીશના દર્શન માટે આવી હતી, જ્યાં પત્રકારો સાથે ઔપચારિક વાતમાં જણાવ્યું હતું કે, દ્વારકાધીશના આશીર્વાદ રહ્યા તો લોકસભાની ચૂંટણી લડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application