રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં રાજકોટ શહેરને દેશનું સ્વચ્છ શહેર નંબર વન બનાવવા માટે .૧૦૦૦ કરોડના ખર્ચે ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ આપવા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કલેકશનની સંપૂર્ણ કામગીરી આઉટસોસિગથી કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાય સરકારના આદેશ અનુસાર તેમજ નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એકટ–૨૦૧૬ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે હાલ અમદાવાદમાં આ નવી પદ્ધતિ મુજબ સફાઈ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ની સિસ્ટમ અમલી થઈ ગઈ છે તેમજ વડોદરા અને સુરતમાં તેમજ જામનગરમાં પણ અમલી થનાર છે.
વિશેષમાં દરખાસ્ત મામલે પ્રા વિગતો મુજબ આ માટેનો કોન્ટ્રાકટ ઝોન વાઇઝ અપાશે અને ૧૦ વર્ષના સમયગાળા માટે અપાશે જેમાં ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોર્ન પ્રા.લિ.ને તેમજ સેન્ટ્રલ ઝોનમાં ઓમ સ્વચ્છતા કોર્પેારેશન નામની એજન્સીને કોન્ટ્રાકટ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્રારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીમાં હવે જડમૂળથી પરિવર્તન આવશે. એજન્સીને વાર્ષિક .૯૬ કરોડના ખર્ચે અને પ્રતિ વર્ષ પાંચ ટકા વધારા સાથે ૧૦ વર્ષીય કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત કરાઇ છે. ટીપરવાનની સંખ્યા હાલ ૩૩૫ છે જે આગામી દિવસોમાં હવે વધીને ૫૭૨ થશે વાહનો, સ્ટાફ, કચરાનું એકત્રીકરણ, કચરાનું વર્ગીકરણ, પ્રોસેસિંગ, પ્લાન્ટ નિર્માણ તેમજ નિકાલ સહિતની તમામ જવાબદારી એજન્સીની રહેશે. મહાપાલિકા ફકત મોનિટરિંગ કરશે.
મુખ્ય ૨૩ ફેરફારો: હાલ સુધી શું વ્યવસ્થા હતી અને હવે શું નવું થશે ?
(૧) ટીપરની માલિકી: એજન્સીની મહાપાલિકાની
(૨) કાર્યબળ: સંપૂર્ણ સ્ટાફ એજન્સીનો ડ્રાઇવર–લેબર–સુપરવાઇઝર
(૩) કચરાનું વર્ગીકરણ: એજન્સીની જવાબદારી મિશ્ર કચરો
(૪) ઓટોમેટેડ સોસિગ: પ્લાન્ટ મેનપાવર એજન્સીનો કામગીરી થતી નથી
(૫) સોર્સ એટ સેગ્રીગેશન: એજન્સી સ્ટાફ મુકશે કામગીરી થતી નથી
(૬) બલ્ક કચરા ઉત્પાદકો: એજન્સી અલગ વાહનો રાખશે કામગીરી થતી નથી
(૭) વાહન ટ્રેકિંગ: તમામ વાહનોનું જીપીએસથી ટ્રેકિંગ થશે ફકત મીની ટીપરનું ટ્રેકિંગ થાય છે
(૮) રૂટ પ્લાનિંગ: સોટવેરબેઝ થશે ઉલ્લેખ નથી
(૯) કવરેજ: સાંકડી શેરીઓમાં સાયકલથીમીની ટીપર પહોંચે ત્યાં સુધી
(૧૦) વાણિયક વિસ્તાર: અલગ વાહનો રહેશેખાસ જોગવાઇ નથી
(૧૧) વાહન રિપ્લેસ: દર છ વર્ષે એજન્સીના ખર્ચેઉલ્લેખ નથી
(૧૨) દેખરેખ: વોર્ડ દીઠ ચાર ઇન્સ્પેકટરકોઈ જોગવાઈ નથી
(૧૩) રસ્તાના ડસ્ટબીન: મીની ટીપર મારફતે કલેકશનટ્રેકટરથી એકત્રિત
(૧૪) ન્યુસન્સ પોઇન્ટસ: દિવસમાં ત્રણ વખત કચરો ઉપડવાનોકામગીરી થતી નથી
(૧૫) સોટવેર: સંપૂર્ણ કામ સોટવેરથીઅમુક કામ જ સોટવેરથી
(૧૬) વાહન પાકિગ: કોન્ટ્રાકટરના ખર્ચે વર્કશોપ–પાકિગકામગીરી મનપા માથે
(૧૭) કલેકશન સમય: દરેક નિયત પોઇન્ટ ૬૦ મિનિટમાં આવરી લેવાનાચોક્કસ સમય મર્યાદા નથી
(૧૮) નવા વાહનો કાર્યરત: વર્ક ઓર્ડરથી ત્રણ મહિનામાં સેવામાં મુકવાનાકામગીરી થતી નથી
(૧૯) ટ સર્વે–સોટવેર: ત્રણ મહિનામાં સોટવેર બનાવવાનોહાલ આવી કામગીરી થતી નથી
(૨૦) કચરાના ડબ્બા: વર્ગીકૃત રાખવાના રહેશેકામગીરી થતી નથી
(૨૧) ચુકવણી: જીપીએસ રિપોર્ટ મુજબ બિલ પેમેન્ટકામગીરી થતી નથી
(૨૨) હેન્ડ કાટર્સ–મેન પાવર: સંપૂર્ણ ખર્ચ એજન્સી ઉપરકામગીરી થતી નથી
(૨૩) મ્યુનિ.વાહનો: હયાત વાહનને છ વર્ષ પૂર્ણ થયે એજન્સીએ હાલ મ્યુનિ.ખર્ચે ખરીદી–મેન્ટેનન્સ
સ્વ ખર્ચે નવા વાહન ખરીદવાન
આ પ્રત્યક્ષ ફેરફારો થશે
(૧) ટીપરવાનની સંખ્યા વધશે
(૨) ટીપરવાનમાં કચરો નાખવા દોડવું નહીં પડે
(૩) ટીપરવાન નિર્ધારિત સમયે જ આવી જશે
(૪) હડતાલ ભૂતકાળ બનશે
(૫) ટીપરવાન પાછળ કોથળા ટીંગાડી નહીં શકાય
(૬) વાહનો એજન્સીએ તેના ખર્ચે ખરીદવાના રહેશે
(૭) સાંકડી શેરીઓમાં સાયકલથી કચરો એકત્રિત કરાશે
(૮) એમબીએ કક્ષાના યુવાનો સફાઈના ચેકિંગમાં જશે
(૯) દરેક વોર્ડમાં ચાર ચાર સુપરવાઇઝર નિયુકત રહેશે
(૧૦) ન્યુસન્સ પોઇન્ટ અને ઉકરડાઓની દિવસમાં ત્રણ વખત સફાઈ થશે
(૧૧) સમગ્ર સિસ્ટમ સોટવેર અને જીપીએસ આધારિત રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech