ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે વજન કપાત મુદ્દે ખેડૂતો દ્વારા હરાજી બંધ કરાવી વિરોધ કરાયો

  • December 13, 2023 06:41 PM 

ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વહેલી સવારે શરૂ થયેલી જણસીની હરાજી ખેડૂતો દ્વારા બંધ કરાવવામાં આવી હતી. ચિત્રા યાર્ડ ખાતે આજે ડુંગળી સહીત જણસીની હરાજી શરૂ કરાઈ હતી. જોકે ફરીથી ખેડૂતો દ્વારા વજન કપાત મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરી અને ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. મમલો વધુ ઉગ્ર બનતા યાર્ડ ખાતે મગફળી, કપાસ સહીત તમામ જણસીની હરાજી બંધ કરાઈ હતી. ખેડૂતો દ્વારા યાર્ડની ગેટ પાસે જ હોબાળો કરાતા યાર્ડ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બોરતળાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application