સોલર ફોટોવોલ્ટેઇક સેક્ટરમાં નોકરીઓ પૂરી પાડવામાં એશિયન દેશોનું વર્ચસ્વ

  • October 30, 2023 12:40 PM 

અડધાથી વધુ વહીવટી જગ્યાઓ પર મહિલાઓની નિમણૂક, સોલર પીવી ઇન્સ્ટોલેશન ક્ષમતામાં ચીન અને યુએસએ પછી ભારત ત્રીજા ક્રમે



સોલર ફોટોવોલ્ટેઇકએ નવી ઉર્જા ટેકનોલોજીમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. આ કુલ રિન્યુએબલ એનર્જી વર્કફોર્સના એક તૃતીયાંશ કરતાં વધુ છે. વૈશ્વિક સ્તરે, સોલાર પીવી સેક્ટરમાં ૨૦૨૧માં ૪૩ લાખની સરખામણીએ ગયા વર્ષે ૪૯ લાખ રોજગારી પહોંચી હતી. એશિયન દેશો રોજગાર સર્જન ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે, જે વિશ્વની ૭૩ ટકા સોલર પીવી નોકરીઓ આપે છે. ભારત અને ચીન ગયા વર્ષે સૌથી વધુ રોજગાર આપનારા દેશોમાં સામેલ હતા.



૪૦% નોકરીઓમાં મહિલાઓ સામેલ


ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી અનુસાર, આ સેક્ટરમાં ૪૦ ટકા નોકરીઓમાં મહિલાઓની ભૂમિકા છે. આ ટકાવારી ઓઈલ અને ગેસ સેક્ટર કરતા લગભગ બમણી છે. જો કે, તેઓ વધુ વખત વહીવટી હોદ્દા પર નિયુક્ત થાય છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ પદોનો હિસ્સો માત્ર ૩૨% છે.



સરકારના પ્રોત્સાહનને કારણે ચીનની સ્થિતિ મજબૂત થઈ


મોટાભાગના વૈશ્વિક સોલાર પીવી ઉત્પાદન ચીનમાં થાય છે, જે સરકારી પ્રોત્સાહનો અને વ્યાપક સંશોધન અને વિકાસના પરિણામે થાય છે. જોકે, ચીનની મજબૂત સ્થિતિ પાછળ નીચા મજૂરી ખર્ચ પણ મુખ્ય પરિબળ છે. ૨૦૨૨માં દેશના સોલાર પીવી સેક્ટરમાં લગભગ ૨૭.૨ લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી. યુએસમાં સૌર રોજગાર મામલે ગયા વર્ષે આશરે ૨.૬ લાખ નોકરીઓમાં વધારો થયો છે, જે ૨૦૨૧ ની તુલનામાં ૩.૬% વધુ છે.



સમગ્ર ભારતમાં સોલાર ફોટોવોલ્ટેઇક સંબંધિત તકો

સૂર્યપ્રકાશને સીધા વીજળીમાં રૂપાંતરિત કરતી સોલાર પીવી, ભારત સહિત ઘણા દેશોમાં ૨૧મી સદીની મુખ્ય તકનીકોમાંની એક બની ગઈ છે. આગામી વર્ષોમાં, સૌર નોકરીઓ સમગ્ર ભારતમાં હશે જ્યારે પવન ઊર્જાની નોકરીઓ થોડા રાજ્યો સુધી મર્યાદિત રહેશે. ગયા વર્ષે આ વિસ્તારના ૨.૮ લાખ લોકો ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડ સિસ્ટમ સાથે જોડાયેલા હતા. સોલર પીવી ઇન્સ્ટોલેશન ક્ષમતામાં ચીન અને યુએસએ પછી ભારત ત્રીજા ક્રમે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application