રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના પ્લેટફોર્મ આજે શાકભાજીની આવકોથી છલકાઇ ઉઠા હતા, દરમિયાન આજથી નવા સક્કરિયાની આવક શ થઇ હતી. શિયાળુ સીઝન જામતા સાથે શાકભાજીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે થયેલી હરરાજીમાં શાકભાજીની આવકો બમણી અને ભાવ અડધા થઇ ગયા છે, અનેક શાકભાજીના ભાવ તો હાલ સિંગલ ડિજિટમાં પહોંચી ગયા છે. સ્થાનિક આવકો ઉપરાંત ગુજરાત તરફથી પણ પુષ્કળ આવક થઇ રહી છે. ભાલ પંથકમાંથી જિંજરાની આવકનું પ્રમાણ વધતા ત્રણ દિવસથી તેની હરાજી રાત્રે કરવામાં આવી રહી છે.
આણંદ, ખંભાત અને ખેડા પંથકમાંથી સકકરીયાની આવકો શ થઇ છે. યારે ગીરના કરજણ પંથકમાંથી ઓળા માટેના સ્પેશ્યલ રીંગણાંની આવક શ થઇ છે.
યાર્ડની હરાજીમાં શાકભાજીના આજના પ્રતિ કિલોના ભાવ
શાકભાજીપ્રતિ કિલોના ભાવ રૂા.
દૂધી ૩ થી ૫
ડુંગળી ૫ થી ૧૦
ટમેટા ૮ થી ૧૦
કોબિજ ૮ થી ૧૦
બીટ ૮ થી ૧૦
લાવર ૧૦ થી ૧૫
કાકડી ૧૦ થી ૧૫
વાલોર ૧૫ થી ૨૦
રીંગણાં ૧૫ થી ૨૦
ગાજર ૧૦ થી ૧૫
મરચા ૧૦ થી ૨૫
વટાણા ૨૦ થી ૨૫
સરગવો ૨૫ થી ૩૦
ઘીસોડા ૨૦ થી ૩૦
ગલકા ૨૫ થી ૩૦
કારેલા ૩૦ થી ૩૫
ચોળી ૪૦ થી ૪૫
ચોળા ૩૦ થી ૩૫
લીંબુ ૩૦ થી ૪૦
વાલ ૩૫ થી ૪૦
ભીંડો ૩૦ થી ૩૫
ગવાર ૪૦ થી ૫
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ કેમ થયા ભાવુક? કહ્યું- 'અમે જમીન માફિયાને પૂછ્યું...'
November 15, 2024 11:43 AMરિઝર્વ બેંકે વ્યાજ દરો ઘટાડવા જોઈએ: કેન્દ્રીય મંત્રી ગોયલ
November 15, 2024 11:39 AMમુંબઈ એરપોર્ટ પછી એક લો ફર્મને મળી બોમ્બની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યું લોકેશન
November 15, 2024 11:38 AMરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વાયકોમ ૧૮ અને ડિઝનીનું મર્જર પૂર્ણ
November 15, 2024 11:38 AMરાજકોટમાં ટ્રકચાલકે અસ્માતની હારમાળા સર્જી: નાસભાગ
November 15, 2024 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech