રાજયના શિક્ષણ વિભાગ દ્રારા અમલમાં મુકાયેલા સ્માર્ટ સ્કૂલ પ્રોજેકટને વ્યાપક પ્રતિભાવ મળ્યો છે. તેના કારણે સરકારી શાળાઓમાં પણ ખાનગીની જેમ આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવાનું સરળ બન્યું છે. પરંતુ તેનાથી પ્રાથમિક શિક્ષણ સમિતિ પર આર્થિક બોજ વધ્યો છે. કોમ્પ્યુટર લેબ્સ સહિતના વીજ ઉપકરણો વધવાની સાથે થ્રી ફેઇઝ પાવર લેવાનું અનિવાર્ય બન્યું છે. જેના પગલે વીજળીના મોટી રકમના બિલ આવવા લાગ્યાં છે.
સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરતમદં પરિવારના બાળકોને અપાતા શિક્ષણની ગુણવતામાં સુધારો થાય અને સરકારી શાળાના બાળકો તથા શિક્ષકો પણ ઇન્ફર્મેશન ટેકનોલોજીની સાથે કદમથી કદમ મિલાવીને ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરવા માટે સમર્થ બને તેના માટે સ્માર્ટ શાળાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેના માટે જરી કોમ્પ્યુટર લેબ સહિતના સંસાધનો પુરા પાડવામાં આવી રહ્યાં છે.
જોકે જિલ્લ ા પંચાયતના હદ વિસ્તારમાં આવી સ્માર્ટ શાળાઓના વીજળીના બિલ પણ પ્રાથમિક શિક્ષમ સમિતિ દ્રારા જ ભરપાઇ કરવામાં આવે છે. પરંતુ શાળા સ્માર્ટ બનવાના પગલે વીજળી વાપરતા ઉપકરણોમાં મોટો વધારો થવાના કારણે વીજળીના બિલ પણ મોટી રકમના આવવા લાગ્યાં હોવાથી પ્રાથમિક શિક્ષણ સમિતિ પર આર્થિક ભારણ ખુબ વધી ગયું છે. તાજેતરમાં જિલ્લ ા પંચાયત પ્રમુખોની મુખ્ય મંત્રી સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવાયો હતો. સાથે જ શાળાનો વીજ વપારશનો આ ખર્ચ સરકાર ઉઠાવે તેવી માંગણી કરવામાં આવતાં ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી હતી
ગ્રામ પંચાયત કચેરીને સોલાર રૂફટોપથી સ કરવી જરૂરી
અરજદારોને ગ્રામ્ય કક્ષાએથી જ સરકારી કામગીરી માટે જરી દાખલા, પ્રમાણપત્રો ઓનલાઇન કાઢી આપવાની સુવિધા ગ્રામ પંચાયત કચેરીઓમાં જ ઉભી કરવામાં આવી છે. તેના સંબંધે કચેરી સમય દરમિયાન પંચાયતમાં કોમ્પ્યુટર ધમધમતા રહે છે. તેના વીજળીના બિલ શુન્ય થઇ જાય તેના માટે ગ્રામ પંચાયત કચેરીઓને સોલર ફટોપથી સ કરવામાં આવે તો પંચાયતને સારી એવી રકમની બચત થશે. મુખ્યમંત્રીને પંચાયત પ્રમુખોએ જણાવ્યું હતું કે બચતની રકમ ગામમાં અન્ય માળખાકીય સુવિધાના વિકાસ કામો કરી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech