ચીફ ફાયર ઓફિસર પદે મિસ્ત્રીએ ચાર્જ નહીં સંભાળતા કામ ઠપ્પ

  • September 06, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણુંકનો હત્પકમ થયાને પખવાડિયાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં તેમણે રાજકોટ આવી ચાર્જ નહીં સંભાળતા અનેક તર્ક વિતર્કેા થઇ રહ્યા છે, બીજી બાજુ ચીફ ફાયર ઓફિસરના અભાવે નવા ફાયર એનઓસી ઇસ્યુ કરવા તેમજ જુના ફાયર એનઓસી રિન્યુ કરવા સહિતની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે જેના પગલે બિલ્ડર લોબીમાં દેકારો બોલી ગયો છે. તદઉપરાંત નિશ્ચિત સમય મર્યાદામાં ફાયર એનઓસી માટે અરજી કરવાની શરતે જે મિલકતોના સીલ ખોલાયા હતા તેવા અરજદારોએ કરેલી અરજીઓ પણ લટકતી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચ જેવી જ સખળ ડખળ હાલ અમદાવાદ મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચમાં પણ ચાલી રહી છે, અમદાવાદ ફાયર બ્રિગેડમાં પણ તાજેતરમાં આઠ અધિકારીઓની કાયમી હકાલપટ્ટી કરાઇ છે. આ આઠ અધિકારીઓ પૈકીના એક અધિકારીએ રાજકોટમાં દસકા પૂર્વે થયેલી ભરતીમાં ભાગ લઇ ગુલ ખિલાવ્યા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચાલતી સખળ ડખળને કારણે કે પછી વરસાદી સ્થિતિ કે અન્ય કોઇ રહસ્યમય કારણોસર મિથુન મિક્રી રાજકોટ આવ્યા નથી. સરકારમાં માંગણી કરાઇ ત્યારે સરકાર ગમે ત્યાંથી અધિકારી ઉપાડીને રાજકોટમાં નિયુકત કરે છે પરંતુ હવે એવી સ્થિતિ થઇ છે કે રાજકોટ ફાયર બ્રિગેડનું નામ સાંભળતા જ ભલ ભલા અધિકારી ફફડી ઉઠે છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, રાજકોટમાં મે મહિનામાં અગ્નિકાંડ  સર્જાયાથી ઓગસ્ટ સુધીના ત્રણ મહિનામાં શહેરમાં ત્રણ ચીફ ફાયર ઓફિસર બદલાયા છે. દરમિયાન પખવાડિયા પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચના ચીફ ફાયર ઓફિસર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિક્રીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી રહસ્યમય કારણોસર તેમણે ચાર્જ સંભાળ્યો નથી. અિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહિત ત્રણને સસ્પેન્ડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં ચીફ ફાયર ઓફિસરની ખાલી પડેલી જગ્યા ઉપર અધિકારી નિયુકત કરવા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા સરકારમાં માંગણી કરવામાં આવતા કચ્છ ભુજ ખાતેથી અનિલ માને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા પરંતુ અનિલ માએ ફાયર એનઓસીમાં સહી કરવા માટે કુલ .ત્રણ લાખની લાંચ માંગી તે પૈકી .૧.૮૦ લાખની લાંચનો હો લેતા એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવી જતા ફરી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી હતી. દરમિયાન કમિશનરએ ફરી રાય સરકારમાંથી રાજકોટને ચીફ ફાયર ઓફિસર આપવા માંગણી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મિથુન મિક્રીને રાજકોટ મુકવામાં આવ્યા છે પરંતુ તેઓ હાજર થતા નથી. તદઉપરાંત તાજેતરમાં સસ્પેન્ડેડ પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરેલી જામીન અરજી નામંજૂર થતા હવે ફાયર બ્રિગેડ સ્ટાફમાં વધુ ફફડાટ ફેલાઇ ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application