કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લેનાર નકલી PSI મયુર તડવીની ધરપકડ

  • March 02, 2023 04:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaal Team

કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લેનાર નકલી PSI મયુર તડવીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં ડોક્યુમનેટમાં છેડછાડનો તેમના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે ગઈકાલે પણ કરાઈ એકેડેમી દ્વારા પ્રેસ રીલીઝ કરી ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તેમજ આરોપી મયુર તડવીની ગઈકાલે જ અટકાયત કરાઈ હતી. 


ગઈકાલે બોગસ PSI મયુર તડવી મુદ્દે કરાઇ એકેડમીએ પ્રેસ નોટ રિલિઝ કરી એક ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પ્રેસનોટમાં ગુજરાત પોલીસે સ્વીકાર્યુ છે કે ત્રણ મહિના કરતા વધારે સમયથી મયુર તડવીએ તાલીમ લીધી છે. તેમજ વધુમાં કહ્યુ કે, મયુરે કોઇ ગેંગના માધ્યમથી કરાઇમાં પ્રવેશ્યો કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. વધુમાં વાત કરીએ તો કરાઈ પોલીસે એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે. જેમાં નકલી PSI  મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લીધી હોવાનું જણાવ્યુ છે. મહત્વનું છે કે મયુર તડવીએ બીજા ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી કરાઈ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ બાબતે કરાઈ એકેડમીએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં જણાવ્યુ હતુ કે, યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી છે તેની પણ તપાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application