કલા મહાકુંભ સ્પર્ધાઓમાં અરજી કરવાની મુદત લંબાવાઇ

  • October 28, 2023 11:23 AM 

યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ આયોજીત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સંચાલીત કલા મહાકુંભનું આયોજન થનાર છે. જેની ઓફ લાઇન રજીસ્ટ્રેશનની તા. 21 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી હતી. પરંતુ કલા મહાકુંભની સ્પર્ધામાં વધારેમાં વધારે સ્પર્ધકો ભાગ લ્યે અને રજીસ્ટ્રેશન કરાવે તે હેતુથી તા. 25 નવેમ્બર સુધી આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન લંબાવવામાં આવ્યું છે. ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. C -1/2 અને C -1/4, પ્રથમ માળ, ખંભાળિયા ખાતેથી ફોર્મ લઇ તા. 25 નવેમ્બર સુધીમાં જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલી એન્ટ્રી માન્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application