બગસરા પાલિકા દ્વારા પાણી વેરો ૬૦૦ના ૯૦૦ કરવામાં આવ્યા, સફાઈ વેરો ૧૫ના ૧૦૦ કરવામાં આવ્યો અને લાઈટ વેરો જે હતો જ નહિ તે નવા વેરાના રૂપમાં ૫૦ અને ભૂગર્ભ ગટરનો પણ નવો વેરો તરીકે ૨૫૦ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ પાલિકા દ્વારા આ વિરોધને ઘોળીને પી ગઈ પાલીકાએ બોર્ડની મિટિંગમાં નિર્ણય લીધો હતો અને લોકોને ઊંધા ચશ્મા પહેરાવતા હોય તેમ ૧૫ ટકા રીબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે પાલિકા દ્વારા ધારાસભ્ય અને સંસઓની હાજરીમાં વેરો વધારવા બાબતે એક મિટિંગ પણ બોલાવી હતી. જ્યારે આજ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ એક મીટીંગ બોલાવી હતી તેમાં પાલિકા વેરો વધારશે તો આંદોલનની ચિમકી પણ ઊંચ્ચારી હતી પરંતુ પાલિકા આ વિરોધને ધ્યાને લીધા વગર ઠરાવ કરી નાખવામાં આવેલ હતો તેની સો બીજો ઠરાવ પણ કરેલ હતો કે જે કરદાતા આવતા વર્ષે ૧ એપ્રિલી ૩૦ જૂન સુધીમાં વેરો ભરશે તેને ૧૫ ટકા રીબેટ આપવામાં આવશે પરંતુ શહેરની ભોળી ભાળી જનતાને મૂર્ખ બનાવી હોય તેવું લાગી રહેલ છે.
જ્યારે પાલિકા આ નિયત સમય મર્યાદામાં વેરો ભરે તેને પહેલેી જ ૧૦ ટકા રિબેટ આપતી જ હતી જે ફક્ત ૫ ટકા વધારે આપવા ઠરાવ કરી લોકોને ઉધાં ચશ્મા પહેરાવ્યા હતા. જોકે આ વળતરમાં પાણી વેરાનો સમાવેશ કરવામાં આવેલ ની. જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે વ્યવસાય વેરો ૫૦૦ હતો જે રાજ્ય સરકાર દ્વારા વધારીને ૨૫૦૦ કરવામાં આવ્યો ત્યારે કોઈ વિરોધ યો ના હતો. જ્યારે પાલિકા એકાંતરા પાણી આપે છે અને શહેરમાં ભૂગર્ભ ગટર કાર્યરત છે લાઈટો ૪૫૦૦ જેટલી છે તો આ તમામનો જાળવણી ખર્ચ અંદાજે ૧ કરોડ કરતા વધારે ાય છે જ્યારે લોકો ૧૦૦ ટકા વેરો ભરે તો વેરાની આવક ૧ કરોડ જેવી ાય છે. જ્યારે પાલિકા શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે આ વેરો વધારો કરેલ છે જ્યારે અનેક સંસના આગેવાનો દ્વારા કહેવામાં આવેલ કે અનેક વિસ્તારમાં સફાઈ કામદારો ફરકતા પણ ની તો અનેક વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળે છે તો આવી પરિસ્િિતમાં વેરો વધારવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી કહેવાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech