એપલનો સૌથી સસ્તો આઈફોન 16-ઈ ભારતમાં લોન્ચ, કિંમત ફક્ત રૂ.59,900

  • February 20, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભારત સહિત વૈશ્વિક બજારમાં એપલ આઈફોન 16-ઈ હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટ આઈફોન 16 લાઇનઅપનો ભાગ છે. આઈફોન 16-ઈ એક સસ્તો હેન્ડસેટ છે. તેમાં એ-18 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 48એમપી ફ્યુઝન કેમેરા અને એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ છે. તેમાં સેટેલાઇટ આધારિત ઇમરજન્સી સુવિધા પણ આપવામાં આવી છે.


આઈફોન 16-ઈ ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની સ્ટાર્ટીંગ કિંમત 59,900 રૂપિયા છે, જેમાં 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તમારે 256જીબી માટે 69,900 રૂપિયા અને 512જીબી સ્ટોરેજ માટે 89,900 રૂપિયા ખર્ચ કરવા પડશે. આઈફોન 16-ઈ બે કલરમાં ઉપલબ્ધ થશે - કાળો અને સફેદ. પ્રી-ઓર્ડર 21 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે તે 28 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થશે.


આઈફોન 16-ઈ માં 6.1-ઇંચની સુપર રેટિના સ્ક્રીન છે. તેનો રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ 800નીટસ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે સિરામિક શીલ્ડ મટિરિયલ ઉપલબ્ધ છે.


આઈફોન 16-ઈમાં 48-મેગાપિક્સલનો રિયર કેમેરા હશે જે 2એક્ટેસ લિફોટો લેન્સ સાથે સંકલિત છે અને ઓપ્ટિકલ ઝૂમ ઉપલબ્ધ છે. તેમાં સેકન્ડરી કેમેરા લેન્સ નથી. ફ્રન્ટ પર 12-મેગાપિક્સલનો ટ્રુડેપ્થ કેમેરા છે. ડાયનેમિક આઇલેન્ડની જગ્યાએ નોચ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આઈફોન 16-ઈ માં એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટેડ હશે. આમાં, ક્લીનઅપ ટૂલ, ઇમેજ જનરેશન અને વધુ એડવાન્સ્ડ સિરી જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application