રૈયા રે.સ.નંન.ં ૨૫૦ની અબજો પિયાની જમીનના સીવીલ કોર્ટના હત્પકમનામાં સામેની અપીલમાં અપીલ અદાલતે મનાઈહત્પકમ ફરમાવ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં સમાવિષ્ટ્ર મોજે ગામ રૈયાના રે.સ.ન.ં ૨૫૦ની એકર ૧૯૮–૩૯ ગુંઠા જમીન બાબતે સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલ તથા તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલે, જે તે કિંમતી જમીન બાબતેના સાચા માલિકી હકક છુપાવી, સરકાર તથા મુળ જમીન માલિક એચ.બી.જાડેજાના માલિકી હકકને અસર પહોંચે તે રીતે, સિવિલ કોર્ટને ગેરમાર્ગે દોરી ફકત ૪૯ દિવસમાં દિવસમાં હત્પકમનામું સને–૨૦૦૦ની સાલમાં (સ્પે.દી.કેસ.ન.ં ૩૫૦૨૦૦૦ની વિગતે) મેળવી લીધેલું. જે હત્પકમનામું સરકાર અને જમીન માલિકના હકકો વિધ્ધ ફ્રોડયુલન્ટલી મેળવેલ હોય, જે તે હત્પકમનામું સેટેસાઈડ કરવા માટે રાજકોટ સિવિલ કોર્ટમાં કાયદાના પ્રબંધો મુજબ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. તે દાવાની વિગતો મુજબ રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીન બાબતે સને–૧૯૭૬ થી ૨૦૨૪ સુધીના એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગના પ્રોસિડિંગ્સ સબ–જયુડીશ હતા અને જે તે જમીન બાબતે સરકાર તેમજ મુળ જમીન માલિક સ્વ. એચ.બી.જાડેજા અને તેના કુટુંબીજનોના રાખવાપાત્ર ખેતી જમીન બાબતેનું નિર્ણય થવાનો બાકી હોવા છતાં સરકારને અને સ્વ. એચ. બી. જાડેજાને જોડયા વગર સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલે સ્વ. એચ. બી. જાડેજાના મુખત્યારનામામાં ચેડાયુકત કુલમુખત્યારનામાં આધારે તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલે કુલમુખત્યાર દરજજે કરી આપેલ કરારનો વિશેષ અમલ મેળવવા કોર્ટમાં સ્પે.દી.કેસ.નં.૩૫૦ ૨૦૦૦નો દાવો દાખલ કરેલ. જે દાવામાં ધનંજય વલ્લભભાઈ પટેલ તાત્કાલિક હાજર થઈ, વાદી સાથે ગુનાહીત મિલાપીપણામાં કબુલાત સાથે દાવાનું હત્પકમનામું ફકત ૪૯ દિવસમાં કરાવી લીધું હતું, જે રદ કરવા સ્વ. એચ.બી. જાડેજાએ કોર્ટમાં દાવો સને–૨૦૦૨માં કર્યેા હતો.
ઉપરોકત હત્પકમનામું રદ કરવાના દાવામાં સ્વ. એચ. બી. જાડેજાએ જણાવેલ કે, દાવામાં ઉલ્લેખેલ મિલ્કત હિન્દુ જોઈન્ટ ફેમીલીની છે તે સ્ટેટસ ગુજરાત હાઈકોર્ટ સુધી નકકી થઈ ગયેલ છે. જે સ્વ. કાંતિલાલ પટેલ જાણતા હોવા છતાં તેના દાવામાં તે બાબતેનો ઉલ્લેખ કરી કોર્ટ પાસેથી મેળવેલું હત્પકમનામું રદ થવાપાત્ર હોવાનું જણાવી રદ કરવા અપીલ કરી છે. જગ્યા આજની તારીખે સરકારના નામે છે, તેમ છતાં સિવિલ કોર્ટે તે દસ્તાવેજ વિધ્ધ સદરહત્પં જગ્યાને ખાનગી બતાવી કોર્ટ સાથે ફરેબ કરી હત્પકમનામું મેળવનારનું હત્પકમનામું રદ કરવાનું મુનાસિબ માનેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. ઉપરોકત અપીલમાં એક પક્ષકાર સિધ્ધિ ઈન્ફ્રાસ્ટકચર એન્ડ ડેવલપર્સ નામની પેઢીએ કેવીએટ કરેલ પરંતુ અપીલ અદાલતે પ્રથમ મુદતે બન્ને પક્ષકારોને સાંભળી નીચેની અદાલતમાં ચાલુ હતો તે મનાઈહત્પકમ અપીલના કામમાં એકસ્ટેન્ડ કરતો મનાઈહત્પકમ આપેલો છે.ઉપરોકત ઉલ્લેખેલ અપીલના કામમાં વાદી વતી વિકાસ કે. શેઠ, પ્રકાશ બેડવા, અલ્પા શેઠ, ફાતેમા ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMસંધ્યા થિયેટર અકસ્માત પર અલ્લુ અર્જુને કહ્યું હતું- હવે ફિલ્મ હિટ થશે, અકબરુદ્દીન ઓવૈસીનો દાવો
December 21, 2024 05:48 PMચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMરજાઓથી ભરપુર ૨૦૨૫, આવી રહ્યાં છે લોંગ વીકએન્ડ
December 21, 2024 05:12 PMરાજ્યની તમામ ૧૧૨ SDPO-ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
December 21, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech