અનુપમાની સુકીર્તિ: ખૂબ બોલ્ડ અને અત્યંત ગ્લેમરસ ગર્લ

  • December 27, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી સિરીયલ અનુપમામાં સુકીર્તિ કાંડપાલની એન્ટ્રી થઇ છે. આ શોમાં સુકીર્તિ નવી ઓળખ બનાવીને દર્શકોનું દિલ જીતી શકે છે. એક્ટ્રેસનો બિકીની લુક જોઈ ને ચાહકો દિવાના બની ગયા છે.

ટીવીની ટોપ સિરીયલ અનુપમાને પાંચ વર્ષના લીપ પછી અનેક નવા એક્ટર્સની એન્ટ્રી થતી રહેતી હોય છે. શોમાં રૂપાલી ગાંગુલી અનુપમાનો રોલ નિભાવી રહી છે જેને કોઇ બીજી સિરીયલ ટક્કર આપી શકતી નથી. શોમાં અનુપમાની જોડી સુપર હિટ છે. આમ વાત કરવામાં આવે તો અનુપમા આજે અનેક લોકોના દિલમાં રાજ કરે છે. પરંતુ આ જોડી વચ્ચે હાલમાં એક ત્રીજી એન્ટ્રી થવાની છે. અનુપમા સિરીયલમાં જલદી સુકીર્તિ કાંડપાલ જલદી નજરે પડશે. જે સિરીયલમાં અનુજની નવી લવર હશે. સુકીર્તિ રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ અને ગ્લેમરસ છે.

અનુપમા લીપ પછી સુકીર્તિ કાંડપાલ એક મહત્વના રોલમાં જોવા મળશે. સુકીર્તિ પોતાના કરિયરમાં અનુજ એટલે કે ગૌરવ ખન્નાની આસપાસ નજર આવશે. આમ, તમે અનુપમા સિરીયલ જુઓ છો તો આ ખાસ ખબર અને તસવીરો તમારા માટે છે. અનુપમાના પ્રોમોમાં સુકીર્તિ કાંડપાલની પહેલી ઝલક જોવા મળી ગઇ છે. શોમાં એનો રોલ પોઝિટિવ લાગી રહ્યો છે, પરંતુ અનુજના પ્રેમમાં એ ક્યારે પણ નેગેટિવ થઇ શકે છે.

સુર્કીતિ કાંડપાલે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007માં કરી હતી. સિરીયલ દિલ મિલ ગએમાં પહેલી વાર લીડ રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ પ્યાર કી યે એક કહાની દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ જેવા શોમાં જોવા મળી છે.

સુકીર્તિ કાંડપાલની અસલી ઓળખ સિરીયલ પ્યાર કી એક કહાનીથી મળી. આ શોમાં સુકીર્તિ વિવિયન ડીસેના સંગ રોમાન્સ કરતી જોવા મળી. શો વેમ્પાયરની કહાની પર હતો જેના કારણે દર્શકોને ખૂબ પસંદ પડ્યો. 

સુકીર્તિ કાંડપાલ ટીવી પર હંમેશા સિમ્પલ અને સ્વીટ છોકરીનો રોલ નિભાવ્યો છે, પરંતુ રિયલ જીંદગીમાં એ ખૂબ બોલ્ડ છે. સુકીર્તિની દરેક તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે. જો કે ફેન્સ સુકીર્તિનો બોલ્ડ લુક જોઇને અનેક ટાઇપ્સની કોમેન્ટ્સ કરતા હોય છે. સુકીર્તિ કાંડપાલે ઇન્સ્ટાગ્રામ પર બહુ બધી બિકીની તસવીરો શેર કરી છે જેમાં એનો બોલ્ડ લુક જોવા મળે છે. બિકીનીમાં એક્ટ્રેસ હંમેશા એકથી એક બોલ્ડ પોઝ આપતી હોય છે. આ સાથે એક્ટ્રેસ રિલ્સ પણ બનાવીને પોસ્ટ કરતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application