મને ખબર છે, મને યાદ છે... 'અનુપમા' ફેઈમ મામાજી આજકાલના બન્યા મહેમાન

  • October 02, 2023 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રંગભુમીના દિગ્ગજ કલાકાર અને અનુપમા સીરીયલથી જીજ્ઞેશમામાના પાત્રથી સેંકડો દર્શકોના દિલમાં રાજ કરનારા શેખર શુકલા આજકાલના મહેમાન બન્યા હતા.સૌરાષ્ટ્ર્રના ધાર્મિક ક્ષેત્રોના પ્રવાસે સહપરિવાર નીકળેલા શેખર શુકલા રાજકોટ આવ્યા છે. આજે આજકાલની શુભેચ્છા મુલાકાતમાં તેમણે ફિલ્મો અને સીરીયલો વિશે વાત કરી હતી. અનુપમા સીરીયલમાં મામાનું પાત્ર લાંબા સમયથી ભજવી રહ્યા છે. મને ખબર છે, મને યાદ છે તેમની આ તકીયાકલામને લોકોએ ખુબ પસદં કરી છે. એફઆઈઆર સીરીયલમાં ૬૫૦ એપીસોડમાં  તેમની ભુમીકાને લોકો આજે પણ યાદ કરે છે. અલગ અલગ સીરીયલો અને નાટકોમાં તેમની ટેગ લાઈન આજે પણ લોકોને યાદ છે.


અનુપમા સીરીયલ વિશે તેમને કહ્યું કે, ગુજરાતી પરિવારની આ સ્ટોરીમાં મોટાભાગના કલાકારો ગુજરાતી છે અને આજે પણ હિન્દી સીરીયલોમાં ગુજરાતી સ્ટોરી પ્રચલીત બની ગઈ છે. અગાઉ જે રીતે સાહમાં એક દિવસ સીરીયલો આવતી જેના બદલે હવે દરરોજ સીરીયલ દર્શાવવામાં આવી રહી છે તેનાથી દર્શકોને કંટાળો પણ આવે છે પણ અમારા જેવા કલાકારોને કયારેય નવરા બેસવું પડતું નથી. ફેમીલી ડ્રામા સીરીયલ વચ્ચે નવરસ પીરસવા પડે છે. ઓડીયન્સ અલગ અલગ હોય છે આથી તેમનો નજરીયો પણ જુદો પડતો હોય છે. એકંદરે તેમણે પણ એવું કબુલ્યું હતું કે, સાાહીક સીરીયલમાં દર્શકોને જે મોજ પડતી તેની સામે હવે ડેઈલી શોપમાં ઓવરડોઝ થઈ જાય છે.


આજકાલ સાથેની વધુ વાતમાં તેમણે ઓટીટી પ્લેટફોર્મને સેન્સરના દાયરામાં લાવવું જોઈએ. સીરીયલ અને ફિલ્મની વચ્ચેનું માધ્યમ ઓટીટી છે. જેમ રંગમચં અને ટેલીવુડમાં અલગ અલગ નવરસ હોય છે તેવી જ રીતે વેબ સીરીઝનું પોતાનું અલગ કલ્ચર હોય છે. જેમાં ખુબ સંશોધન માગી લે છે. ટેલીવુડ પર દર્શાવાતી હિન્દી સીરીયલો ગુજરાતી કથા પર આધારીત હોય છે તો શા માટે ગુજરાતી સીરીયલને સફળતા મળતી નથી ? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતી સીરીયલમાં પ્રોડયુસરને ખર્ચ વધી જાય છે અને લોકો પણ હિન્દી સીરીયલને વધુ પસદં કરે છે. છેલ્લા ૪૧ વર્ષથી શેખર શુકલા રંગભુમી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેમણે જો જીતા વહી સિકંદર, જન્નત, એરલીફટ, મર્ડર–૨ અને ૩, બ્લડ મની, આશીકી–૨ તથા ૧૦૦થી વધુ ગુજરાતી નાટકોમાં અભીનય આપ્યો છે. જેમાં અમે લઈ ગયા તમે રહી ગયા, મળવા જેવા માણસો, બાબો આવ્યો કુરીયરમાં, પરણેલા છો તો હિંમત રાખો, મહારથી સહિત અનેક નાટકો તથા ૫૦ જેટલી ગુજરાતી ફિલ્મો અને ૧૦ મરાઠી ફિલ્મો અને ૫૦ થી વધુ હિન્દી સીરીયલો કરી છે. જેમાં એફઆરઆઈ અને અનુપમામાં મામાજીના પાત્રથી ઘરે ઘરે લોકપ્રિય બન્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના પત્ની આશા શુકલા પાલીતાણાના દિકરી છે અને શેખર શુકલાનું મુળ ગામ ટંકારા છે. હાલમાં તેઓ રજા ગાળવા સૌરાષ્ટ્ર્રમાં પરિવાર સાથે આવ્યા છે.


ઉપરોકત તસવીરમાં ગ્રુપ એડીટર ચંદ્રેશ જેઠાણી સાથે અભિનયની દુનિયાની ચર્ચા કરતા શેખર શુકલા નજરે પડે છે. આ મુલાકાત વખતે જૈન વિઝનના મિલન કોઠારી હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application