અંતરીક્ષમાં વધુ એક ઐતિહાસિક છલાંગ: સૂર્યના રહસ્યોને સમજવા આદિત્ય L1 ભરશે 15 લાખ KMની ઉડાન

  • September 02, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ના ઐતિહાસિક લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચવાના ઉંબરે છે. હવે દેશની સાથે સાથે દુનિયાની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે આદિત્ય-એલ-1 પર ટકેલી છે. તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ઈસરોના આ મહત્વકાંક્ષી મિશનને પીએસએલવી -XL રોકેટની મદદથી આજે લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગના 125 દિવસ પછી તે પોતાના પોઈન્ટ એલ-1 સુધી પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ આદિત્ય- એલ-1 ઘણાં જ મહત્વના ડેટા મોકલવાનું શરુ કરી દેશે. મિશનના લોન્ચિંગ પહેલા ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યું- આદિત્ય એલ-1 અંતરિક્ષ યાનને પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક અંતર કાપીને નિશ્ચિત કરેલા એલ-1 પોઈન્ટ પર પહોંચશે. એલ-1 સૂર્ય  અને ધરતી પર કુલ અંતરનો એક ભાગ છે. એટલે કે 15 લાખ કિલોમીટર જ્યારે સૂર્ય થી ધરતીનું અંતર 15 કરોડ કિલોમીટર છે.


આદિત્ય એલ-1ને હેલો ઓર્બિટ માં મુકવામાં આવશે

ઈસરો ચીફે કહ્યું કે- આદિત્ય એલ-1 મિશન સૂર્યના અવલોકન માટે ઈસરોનો પહેલો ડેડિકેટેડ અંતરિક્ષ મિશન થવાનું છે. લોન્ચ માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રોકેટ અને સેટેલાઈટ તૈયાર છે. લોન્ચ માટેનું રિહર્સલ લગભગ પુરું થઈ ગયું છે. આદિત્ય L-1એ ઈસરોના સૌથી વિશ્વાસપાત્ર રોકેટ પીએસએલવી –સી57 ધરતીના લોઅર અર્થ ઓર્બિટમાં છોડશે. જે બાદ ત્રણ કે ચાર ઓર્બિટ મેન્યૂવર કરીને સીધું જ ધરતીના સ્ફેયર ઓફ ઈન્ફલૂઅન્સથી બહાર આવશે. ફરી શરુ થશે ક્રૂઝ પેજ. જે થોડું લાંબુ ચાલશે. આદિત્ય એલ-1ને હેલો ઓર્બિટ માં મુકવામાં આવશે. જ્યાં એલ-1 પોઈન્ટ હોય છે. આ પોઈન્ટ સૂર્ય  અને ધરતી વચ્ચે સ્થિત હોય છે. પરંતુ સૂર્ય થી ધરતીના અંતરની તુલનાએ માત્ર 1 ટકા છે. આ યાત્રામાં તેને 125 દિવસ લાગશે. જે કઠિન એટલા માટે ગણાય છે કે કેમકે તેનાથી બે મોટા ઓર્બિટમાં જવાનું છે.


ગતિ નિયંત્રિત ન થઈ તો મોટો ખતરો

પહેલું કઠિન ઓર્બિટ છે ધરતીના એસઆઈઓથી બહાર જવાનું છે. કેમકે પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ શક્તિથી તેની આસપાસ દરેક વસ્તુને ખેંચે છે. જે બાદ છે ક્રૂઝ ફેઝ અને હેલો ઓર્બિટમાં એલ-1 પોઝિશનને કેપ્ટર કરવાનું. જો ત્યાં તેમની ગતિને નિયંત્રિત ન કરવામાં આવી તો તે સીધું જ સૂર્ય  તરફ જતું રહેશે અને સળગીને ખતમ થઈ જશે. સૂર્ય ની પોતાની ગ્રેવિટી છે, એટલે કે ગુરુત્વાકર્ષણ શક્તિ. ધરતીની પોતાની ગ્રેવિટી છે. અંતરિક્ષમાં જ્યાં આ બંનેની ગ્રેવિટી ટકરાય છે. એટલે કે એમ કહીએ જ્યાં ધરતીની ગ્રેવિટી ખતમ થાય છે ત્યાંથી સૂર્ય ની ગ્રેવિટીની અસર શરુ થાય છે. આ પોઈન્ટને લેરેન્જ પોઈન્ટ છે. ભારતનું આદિત્ય લેરેન્જ પોઈન્ટ વન એટલે કે એલ-1 પર તૈનાત થશે. ધરતી-સૂર્ય  વચ્ચે 1% જેટલું જ અંતર કાપશે બંનેની ગ્રેવિટીની જે સીમા છે ત્યાં કોઈ નાની વસ્તુ લાંબા સમય સુધી રહી શકે છે. આ બંનેની ગ્રેવિટી વચ્ચે ફસાયેલું રહેશે. તેનાથી સ્પેસક્રાફ્ટનું ઈંધણ ઓછું ઉપયોગ થશે. તે લાંબા સમય સુધી કામ કરશે. એલ-1 સૂર્ય  અને ધરતીના કુલ અંતરનો માત્ર એક ટકા જ છે. એટલે કે 15 લાખ કિલોમીટર. જ્યારે સૂર્ય થી ધરતીનું અંતર 15 કરોડ કિલોમીટર છે. સૂર્ય થી જ આપણાં સૌર મંડળને ઉર્જામળે છે. જેની ઉંમર લગભગ 450 કરોડ વર્ષ માનવામાં આવે છે. સૌર ઉર્જા વગર ધરતી પર જીવન શક્ય નથી. સૂર્ય ની ગ્રેવિટીથી જ સૌર મંડળમાં તમામ ગ્રહ ટકેલા છે


શા માટે સૂર્યમિશન જરૂરી?

સૂર્યનું કેન્દ્ર એટલે કે કોરમાં ન્યૂક્લિયર ફ્યૂઝન હોય છે. તેથી સૂર્ય  ચારેબાજુ આગ ઓકતો દેખાય છે. સપાટીથી થોડું ઉપર એટલે કે ફોટોસ્ફેયરનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. સૂર્યનો અભ્યાસ એટલા માટે છે કે જેથી તેની મદદથી સૌર મંડળના અન્ય ગ્રહોને વધુ સારી રીતે સમજી શકાય. સૂર્ય ના કારણે સતત ધરતી પર રેડિએશન, ગરમી, મેગેન્ટિંક ફીલ્ડ અને ચાર્ઝ્ડ પાર્ટિકલ્સ નીકળે છે. જેને સૌર હવા કે સોલર વિંડ કહેવાય છે. આ ઉચ્ચ ઉર્જાવાળા પ્રોટોન્સથી બને છે. સોલર મેગ્નેટિક ફીલ્ડની જાણ થાય છે. જે કે એકદમ વિસ્ફોટક હોય છે. અહીંથી કોરનલ માસ ઈજેક્શન બને છે. જેના કારણે આવનારા સૌર તૂફાનથી ધરતીને અનેક પ્રકારના નુકસાનની આશંકા રહે છે. તેથી અંતરિક્ષના હવામાનને જાણવું જરુરી છે. આ મૌસમ સૂર્ય ના કારણે બને છે અને બગડે છે.


જાન્યુઆરીમાં પહેલી તસવીર મળવાની શક્યતા

આ પેલોડના મુખ્ય તપાસનીશ રમેશ આર એ જણાવ્યું હતું કે લોન્ચિંગ પછી, આદિત્ય એલ-1 પોઈન્ટ પર પહોંચતા પહેલા 100 દિવસથી વધુ સમયના ક્રુઝ તબક્કામાંથી પસાર થશે. જ્યારે તે આવતા વર્ષે જાન્યુઆરીમાં તે બિંદુએ પહોંચશે, ત્યારે અમે VELC પે લોડને ઍક્સેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોય તેવી દરેક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું. આ રીતે પેલોડ સાથે, અમને પ્રતિ મિનિટ સૂર્યની ગતિવિધિઓની એક તસવીર મળશે અને આમ સૂર્યની દરરોજ 1,440 તસ્વીરો મળશે.


15 લાખ કિમીની યાત્રા 125 દિવસમાં પૂર્ણ થશે

આદિત્ય એલ-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સૂર્ય તરફ જશે અને લેગ્રેન્જ પોઈન્ટ પર સ્થાપિત થશે અને પાંચ વર્ષ સુધી સૂર્ય પર સતત નજર રાખશે. યાન લગભગ 125દિવસમાં તેના નિશ્ચિત સ્થાને પહોંચી જશે. આ સૂર્યના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણવામાં મદદ કરશે.


અત્યાર સુધી કયા દેશોએ સૂર્ય મિશન મોકલ્યું છે?

ભારત પ્રથમ વખત સૂર્ય મિશન શરૂ કરી રહ્યું છે. ભારત પહેલા 22 મિશન સૂર્ય પર મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે નાસાએ સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ સન મિશન મોકલ્યા છે. એકલા નાસાએ 14 સૂર્ય મિશન મોકલ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ 1994 માં નાસા સાથે મળીને સૂર્ય મિશન મોકલ્યું હતું. નાસાએ 2001 માં જિનેસિસ મિશન શરૂ કર્યું હતું. આ મિશનનો હેતુ સૂર્યની આસપાસ ફરતી વખતે સૌર પવનોના નમૂના લેવાનો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application