ભારતની વધુ એક રાજદ્વારી જીત, કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને રાજદૂત મળ્યા, હવે મળશે કાયદાકીય મદદ

  • December 07, 2023 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, કતારમાં ભારતીય રાજદૂત ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મળ્યા જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારત ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને તમામ કાયદાકીય અને રાજદ્વારી ઍક્સેસ પ્રદાન કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં 30 નવેમ્બર અને 23 સપ્ટેમ્બરે બે સુનાવણી થઈ ચૂકી છે.


કતારમાં ભારતીય રાજદૂત ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મળ્યા જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત પૂર્વ નેવી કર્મચારીઓને તમામ કાયદાકીય અને રાજદ્વારી ઍક્સેસ પ્રદાન કરી રહ્યું છે.


ભારતીય રાજદૂત પૂર્વ નેવી કર્મચારીઓને મળ્યા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમારા રાજદૂત 3 ડિસેમ્બરે જેલમાં બંધ તમામ 8 લોકોને મળ્યા હતા. અરિંદમ બાગચીએ કહ્યું કે અમે તે તમામને કાનૂની અને રાજદ્વારી મદદ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ મામલામાં 30 નવેમ્બર અને 23 સપ્ટેમ્બરે બે સુનાવણી થઈ ચૂકી છે.


ફાંસીની સજા અંગેની ભારતીય અપીલ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે અપીલ દાખલ કરી છે અને આગામી સુનાવણી પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. અમે તેમના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application