ખંભાળિયાની મધ્યમાં ઢોલ, નગારા સાથે પુરુષોની પ્રાચીન ગરબીનું અનેરું આકર્ષણ

  • October 18, 2023 10:41 AM 

માતાજીના દુહા, છંદથી કરાય છે સ્તુતિ


ખંભાળિયા શહેરના મધ્યમાં જોધપુર ગેઈટ ચોકમાં દાયકાઓની પરંપરા મુજબ યોજાતી પુરુષોની ગરબી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીંના જોધપુર ગેઈટ યુવક મંડળ દ્વારા આ વખતે પણ અહીંના વિસ્તારમાં ગાંધીજીના પ્રતિમા નજીક પુરુષોની પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.


આ સ્થળે પ્રાચીન દુહા તથા છંદ સાથે પુરુષો માતાજીની આરાધના કરે છે. આ ગરબીમાં જાણીતા કલાકારો લખન ગઢવી, આનંદ સામાણી, સન્ની વાઘેલા, હસમુખ ડોડીયા દ્વારા રાસ ગરબા સાથે વિશાળ ચોકમાં ગરબા લેવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો વિગેરે માતાજીની આરાધના કરી અને ગરબીના રાસ રમે છે. આ આયોજન માટે સેવાભાવી યુવાનો તેમજ આસપાસના વેપારીઓની જહેમત નોંધપાત્ર બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application