ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, 25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવામાં આવનારી ખાતાકીય પરીક્ષા મોકૂફ

  • September 18, 2023 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી તારીખ 25 થી 30 મી સુધી લેવામાં આવનારી ખાતાકીય પરીક્ષા મુલતવી રહી છે. ઉલ્લેખનીય છે કે હવે નવી તારીખ નક્કી થયા બાદ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.


ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત

આગામી સપ્ટેમ્બર મહિનાની 25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવામાં આવનારી પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. નવી તારીખ નક્કી થયા બાદ મંડળની વેબસાઈટ પર આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.




આ કારણોસર રાખવામાં આવી મોકૂફ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મંડળ દ્વારા નવી તારીખ નક્કી થયેથી ખાતાકીય પરીક્ષા કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application