જન્માષ્ટ્રમીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જન્માષ્ટ્રમી પર્વ અંતર્ગત શોભાયાત્રા, શહેર સુશોભન ફલોટ સહિતનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે શોભાયાત્રા પૂર્વે કનૈયાને સોનાનો મુગટ પહેરાવાશે, સૌરાષ્ટ્ર્રના સંતોની વિશિષ્ટ્ર થીમ ઉપરાંત શિવજીની જાન, લાઇટિંગ ગેટ, ભજનીક કલાકારનું લાઇવ પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર રહેશે ઉપરાંત કૃષ્ણ જીવન પ્રસંગને દર્શાવતા યુવક મંડળોના ૪૦થી વધુ ફલોટ જોડાશે. આયોજન અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શહેરમાં નંદલાલાના જન્મોત્સવને વધાવવા અનેરો ઉત્સાહ છે. ત્યારે ૩૮ વર્ષથી જન્માષ્ટ્રમી પર્વની ઉજવણી કરતા હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિસ્તારના ૪૦થી વધુ યુવક મંડળો દ્રારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર, લીલાની ઝાંખી દર્શાવતા વિવિધ પાત્રો દર્શાવતા પ્લોટ રજૂ કરાશે. હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના અવિનાશભાઈના જણાવ્યા મુજબ સોમવારે બપોરે યોજાનાર શોભાયાત્રામાં આ વર્ષે સૌરાષ્ટ્ર્રના સંતો, કૃષ્ણ ભકતોની થીમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. જેમાં શ્રીકૃષ્ણ–સુદામા, નરસિંહ મહેતા, જલારામ બાપા, ભોજલરામ બાપા, દેવ તણખી બાપા, દાસી જીવણ, ગંગાસતી બાઇ, લીરબાઈમાં, સુખરામ સાહેબ, સતં વેલનાથજી સહીતના પાત્રો ફલોટમા જોડાશે. ઘર આંગણે શ્રીનાથજીના દર્શન થઈ શકે તે માટે શ્રીનાથજીની મોટી મૂર્તિ પણ રાખવામાં આવશે. શોભાયાત્રા પૂર્વે કાન્હાને સોનાનો મુગટ અર્પણ કરાશે. ત્યારબાદ ચાંદીની પાલખીમાં બાળ કાન્હાને બિરાજિત કરાશે. જેને ભાવિકો દર્શન કરી ઝુલાવી પણ શકશે. જન્માષ્ટ્રમી ઉપરાંત શ્રાવણ માસનો સોમવાર હોવાથી શોભાયાત્રા દરમિયાન ટ પર શિવજીની જાન નીકળશે. જેમાં શિવ શંકર, પાર્વતી, અઘોરીઓ સહિતના ૮૦થી વધુ પાત્રો જોડાશે. સાણંદથી આવેલી ટીમ દ્રારા ઢોલ, નગારા શરણાઇનો ગુંજારવ કરાશે. શોભાયાત્રાના ટ પર ગુજરાતના નામાંકિત ભજનીક કલાકાર પર્ફેામન્સ કરશે. ટ પર ભાવિકોને ૮૦ કિલો માખણના પ્રસાદનું વિતરણ કરાશે હરિ ઓમ ગ્રુપ દ્રારા વૈદિક અને ઔષધીય જડીબુડી મિશ્રિત ધૂપ તૈયાર કરાયો છે. જેને સમગ્ર ટ પર પ્રગટાવી માર્ગેા પર અનોખી સુગધં પ્રસરાવશે
હરિઓમ ગ્રુપના ૧૦૦થી વધુ સભ્યોની ટીમ કાર્યરત
જન્માષ્ટ્રમી પર્વને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા અષાઢી બીજથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ૧૦૦થી વધુ સભ્યો વિવિધ વિભાગોમાં કામગીરી કરી રહ્યા છે. ઓનલાઇન રજીસ્ટ્રેશનથી લઈ મહાનુભવોને આમંત્રણ, આઈ કાર્ડ, ભાગ લેનાર યુવક મંડળોને લોગો, આપવા અને ઇનામ વિતરણ સહિતની બાબતોએ સક્રિય કામગીરી કરી રહી છે
આયુષ હોસ્પિટલ દ્રારા વણઝારી ચોકમાં સાંજે મટકી ફોડ કાર્યક્રમ
હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શોભાયાત્રામા ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ની ટીમ પણ શોભાયાત્રામાં જોડાશે. હોસ્પિટલના તબિબ ડો મિલન મકવાણા સહિતના તબીબો અને સ્ટાફ પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેશે. આયુષ હોસ્પિટલ દ્રારા શોભાયાત્રા ના રૂટ પર વણઝારી ચોક ખાતે સાંજના સમયે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
શોભાયાત્રાનો રૂટ ટૂંકાવાયો
દર વર્ષે શોભાયાત્રા ઉપરકોટ રામ મંદિરેથી પ્રસ્થાન થઈ જવાહર રોડ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન થતી હતી. પરંતુ આ વર્ષે કાળવા ચોકમાં જર્જરીત વિશાલ ટાવર ને પાડવાની કામગીરી શ હોવાથી શોભાયાત્રા નો ટ ટૂંકાવી કાળવા ચોક સુધી જ રાખવામાં આવ્યો છે
શહેરના વિવિધ વિસ્તારોમાં શહેર ફલોટ સુશોભન
હરિ ઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા શોભાયાત્રા ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ફલોટ સુશોભન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી યુવક મંડળો અલગ અલગ વિષયોના ફલોટ બનાવી ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech