જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે પાથરણાંવાળા પર લોખંડના પાઈપ વડે હુમલો

  • October 11, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણીની બોટલના પૈસા માંગવા જતાં બે શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ



જામનગરમાં જી.જી. હોસ્પિટલ નજીક પાથરણું પાથરીને પાણી સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એક યુવાન પર પાણીની બોટલના પૈસાની ઉઘરાણી ના પ્રશ્ને હુમલો ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


જામનગરમાં જલારામ પાર્ક વિસ્તારમાં રહેતો રાજેશ મેરૂભાઈ કોળી નામનો ૩૫ વર્ષનો યુવાન કે જેણે પોતાને લોખંડના પાઈપ વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે નવાગામ ઘેડમાં રહેતા કરણ અનિલભાઈ પરમાર અને ગટુ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ફરિયાદી યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


ફરીયાદી યુવાન પાસે બંને આરોપીઓએ પાણીની બોટલ માંગ્યા પછી પૈસા આપ્યા ન હોવાથી તેની ઉઘરાણી કરવા જતાં આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application