ભાવનગર એલસીબીએ ઘોઘાના વાવડી ગામની સીમમાંથી દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૮૫૬ અને બિયર ટીન-૪૦૮ મળી કુલ કિ.રૂ.૪,૭૭,૬૦૦ મળી કુલ રૂ.૧૨,૭૭,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તણસા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતાં *બાતમી મળેલ કે, વાવડી-તણસા ગામની વચ્ચે માધાભાઇ આણંદજીભાઇ ધાંધલ્યા રહે.વાવડી તા.ઘોઘા જી.ભાવનગરની વાડી પાસે રજી.નંબર-જી જે ૦૪એ એક્સ ૪૫૦૦ ચાલકે આઇસરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને રાખેલ છે.જે બાતમી આધારે રેઇડ કરી ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી બોટલ નંગ-૫૯૯ કિ.રૂ.૧,૭૯,૭ ૦૦, બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૦૮,૦૦૦, બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી પ્રીમીયમ કવોલીટી બોટલ નંગ-૧૪૮૮ કિ.રૂ.૧,૪૮,૮૦૦, કાલ્સબર્ગ પ્રીમીયમ એલીફન્ટ સ્ટ્રોંગ બિયર ટીન-૪૦૮ કિ.રૂ.૪૦,૮૦૦ અને આયશર રજી.નંબર- જી જે ૦૪એ એક્સ ૪૫૦૦-૧૨ કિ.રૂ.૮,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલ આઈસરના ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, મહેન્દ્દસિંહ સરવૈયા અને તરૂણભાઇ નાંદવા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech