જીજી હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ અને મહિલા ડોક્ટર વચ્ચે થયેલાં ઝઘડામાં ખુલાસા મંગાયા

  • December 27, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફૂટેજ ચેક કરાયા: તપાસ બાદ કસુરવાર સામે પગલાં લેવાશે

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના પરિસરમાં ગઈકાલે બપોરે મહિલા સિનિયર રેસીડન્ટ ડોક્ટર અને સિક્યુરિટીના ગાર્ડ વચ્ચે વાહન ખસેડવા નાં મુદ્દે ઝગડો થતાં મામલો ઉગ્ર બન્યો હતો.અને ફડાકા વાળી પણ કરવામાં આવી હોવા નું ચર્ચાઈ રહ્યું છે.સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જામનગર ની જી.જી.હોસ્પિટલ નાં સર્જીકલ.વિભાગ પાસે ગઈકાલે બપોરે જાહેરમાં બખેડો થયો હતો. એક સિનિયર મહિલા રેસી.ડોક્ટર અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગાળા ગાળી સુધી પહોંચ્યો હતો. આ સમયે અન્ય ત્રણ - ચાર જેટલા સિક્યોરિટી જવાનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યાર પછી બનાવ ની જાણ થતાં જ હોસ્પિટલ નાં તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજ નાં ડીન પણ દોડી આવ્યા હતા.આને મામલો શાંત પાડી બંને ને ત્યાંથી રવાના કર્યા હતા.
સર્જરી વિભાગ સામે મહિલા ડોક્ટર ની મોટર કાર પાર્ક કરવામાં આવી હતી.જયા એક રીક્ષા પણ પાર્ક કરવામાં આવી હોવા થી ડોક્ટરે રિક્ષા દૂર ખસેડવાનું જણાવતા જ સિક્યોરિટી જવાન ઉશકેરાયા હતા ગેરશબ્દો ઉચાર્યા હતા. આથી મામલો બિચકયો હતો. જેને આખરે થાળે પાડવામાં આવ્યો હતો.
આ મુદ્દે મેડિકલ કોલેજના ડીન દ્વારા સિક્યોરિટી ગાર્ડ અને મહિલા ડોક્ટર પાસેથી લેખિત વિગતો માંગવા આવી છે.અને તેના પર થી સંપૂર્ણ અભ્યાસ કરી સી સી ટીવીના ફૂટેજ મેળવાયા પછી કસૂરવાર સામે કાયદેસર પગલાં લેવા મા આવશે તેમ ડિન દ્વારા જણાવાયું છે.
જીજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અવાર નવાર  ડોક્ટરો,  દર્દીઓ અને દર્દીને સગા સાથે તેમજ હોસ્પિટલના અન્ય સ્ટાફ સાથે બેહુદુ અને અસભ્ય વર્તન કરવામાં આવે છે.જે અંગે આગાઉ પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે સૌ પ્રથમ તો હોસ્પિટલ ની સિક્યોરિટી નો ઈલાજ કરવો જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application