નવાગામ પાસે એસ્ટેટ બ્રોકર પર છરીથી હુમલો કરી કારમાં તોડફોડ

  • September 26, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાગામ આણંદપરમાં રહેતા જમીન મકાન લે વેચના ધંધાર્થી પ્રૌઢ પોતાની થાર ગાડી લઈ જતા હતા. ત્યારે નવાગામ પાસે ગામમાં જ રહેતા શખસે તેમને અટકાવ્યા હતા. બાદમાં તેમના પર છરી વડે હુમલો કર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પ્રૌઢની ફરિયાદ પરથી નવા ગામમાં રહેતા શખસ અને તેની સાથેના બે અજાણ્યા શખસો સામે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નવાગામ આણંદપર શેરી નંબર ૧માં રહેતા અને જમીન મકાન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વિભાભાઈ ઉર્ફે વિજયભાઈ કરણાભાઈ માટીયા(ઉ.વ ૫૮) નામના પ્રૌઢએ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવા ગામમાં રહેતા ભાર્ગવ ડાંગર અને તેની સાથેના બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


પ્રૌઢે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચારેક દિવસ પૂર્વે રાત્રીના તેમની સોસાયટીમાં કોઈ અજાણી શખસ ચોરીના ઇરાદે ઘૂસવાની કોશિશ કરતો હોય તેને અહીં લતાવાસીઓએ પકડી લીધો હતો દરમ્યાન નવાગામ ૫૬ વિડોલ ગોડાઉન વાળી શેરીમાં રહેતો ભાર્ગવ ડાંગર આ શખસને બચાવવા માટે આવ્યો હતો અને તેની સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન તેની સાથે પણ અહીં એકત્ર થયેલા લોકોએ ધોલધપાટ કરી હતી.
દરમિયાન ગઈકાલે સવારના ૧૧:૦૦ વાગ્યે ફરિયાદી પોતાની જી.જે.૦૧ ડબલ્યુ એફ ૦૦૦૭ વાળી થાર ગાડી લઈ કુવાડવા રોડ પાસે આવેલી પોતાની ઓફિસે જવા માટે નીકળ્યા હતા ત્યારે નવાગામ મેઈન રોડ પર શાપર રોડવેઝ પાસે હાઇવે પર ભાર્ગવ તથા તેની સાથે ઊભા હતા અને તેમણે ફરિયાદીને વાહનને અટકાવ્યું હતું બાદમાં તે અહીં ડ્રાઇવર સાઈડ આવી ફરિયાદીને સીધી ગાળો આપી કેવા લાગ્યો હતો કે તે દિવસ કેમ તમે મને માર્યો હતો જેથી વિભાભાઈએ કહ્યું હતું કે,તું શું કામ તે ભાઈને છોડાવવા માટે આવ્યો હતો આમ કહેતા ભાર્ગવ ઉશ્કેરાઈ ગયો હતો અને પેન્ટના નેફામાંથી છરી કાઢી કોણીનાભાગે છરીનો ઘા મારી દીધો હતો બાદમાં ફરિયાદી હાથ આડો રાખતા તેમની આંગળીઓના ભાગે પણ છરીના લાગી ગયા હતા. બાદમાં આ શખસે કારમાં પણ છરીના ઘા મારી તોડફોડ કરી હતી.
​​​​​​​
દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ ત્રણેય શખસો અહીંથી બાઇક લઈને નાસી ગયા હતા. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા વિભાભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪, ૫૦૪,૪૨૭ અને જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application