રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વિછિયા ખાતે તેમની ગ્રાન્ટમાંથી આઇ.સી.યુ.ઓન વ્હીલ ફાળવતા તેનુ લોકાર્પણ તેમની ઉપસ્થિતિમાં તથા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં થયુ હતુ.
એમ્બ્યુલન્સનુ લોકાર્પણ
મૂળ પોરબંદરના વતની એવા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નો કર્યા હતા અને વિછિયા ખાતે ા. ૨૭ લાખના ખર્ચે આઇ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સામૂહિક આરોગ્યકેન્દ્રને અર્પણ કરી હતી.
વિજયાદશમીની શુભેચ્છાઓ
દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મની જીત , અન્યાય પર ન્યાયનો વિજય અને બુરાઈ પર ભલાઈની જીતનો તહેવાર છે. દશેરાના તહેવાર સંદર્ભે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ તમામ લોકોને દશેરાની શુભેચ્છા પાઠવી છે. દશેરા ભારતમાં ઉત્સાહથી ઉજવાતો હિન્દુ તહેવાર છે. જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયાદશમી પણ છે. શ્રી રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો તેથી દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ છે. દશેરા એટલે તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (શુભસમય-દિવસ) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે લોકો મોંઘા વાહનો જેવા કે ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરેની ખરીદી કરે છે. દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું તેથી આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે. આવા શુભ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ લોકોની તમામ વિટંબણાઓ પર વિજય મેળવે અને દશેરાનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવાય તેવી દશેરા નિમિત્તે શુભકામના પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech