જામનગરમાં હત્યાની કોશિષ કેસમાં એક આરોપીને પાંચ વર્ષની સજા

  • August 01, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય આરોપીઓને છ માસની સજા તથા દંડનો હુકમ

જામનગરમાં આશરે પાંચ વર્ષ પહેલા થયેલા હત્યાની કોશિષના કેસમાં અહીંની અદાલતે એક આરોપીને પાંચ વર્ષની અને અન્ય આરોપીઓને છ માસની સજા તથા દંડનો હુકમ કર્યો છે.
ફરીયાદી સુનિલ મુકેશભાઇ રાઠોડ રહે. ગણેશવાસ, જામનગરવાળાના માતાને આરોપી લાભુબેના ભાઇ કિશનભાઇ સાથે કયાંક જતી રહેલ હોય તેની સમાધાનની વાતચીત ચાલતી હોય પરંતુ સમાધાન થયેલ ન હોય જેથી આરોપી મનજી વાલજી, પંકજ માવજી, સોનલબેન પંકજભાઇ, અલ્કાબેન રામજી, લાભુબેન મનજી, મનજી મોતીભાઇ પરમારવાળાઓ તા. ૨૧-૯-૧૮ના રોજ રાત્રીના ૧૦-૩૦ વાગ્યે ફરીયાદીના ઘરે એકસંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી ગેરકાયદેસર પ્રવેશ કરી મુકેશભાઇને મારી નાખવાના ઇરાદે ગળે ટુંપો દઇ, ફિનાઇલની બોટલમાંથી થોડુંક ફિનાઇલ બળજબરીથી મારી નાખવાના ઇરાદે પીવડાવી, ઢીકાપાટુનો માર મારી નાખવાની કોશિષ કર્યા અંગેની ફરીયાદ આપેલ હતી.
જે કેસ સેસન્સ કેસ નં. ૯/૨૦૧૯થી જામનગરના સેસન્સ જજ એસ.કે. બક્ષીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ સમક્ષ રજુ થયેલ ઇજા પામનાર તથા ફરીયાદીનો પુરાવો તથા રજુ થયેલ દસ્તાવેજો પુરાવા અંગે મદદનીશ જિલ્લા સરકારી વકીલ દિપકભાઇ ત્રિવેદીની દલીલ ઘ્યાને લઇ આ કામના આરોપી ૧ થી ૬ વાળાઓને ભારતીય દંડ સંહીતાની કલમ ૧૪૭ના કામે દરેક આરોપીને ૬ માસની સખત કેદ અને રુા. ૧૦૦૦ દંડ તથા ભારતીય દંડ સંહીતાની કલમ ૩૨૩ મુજબના ગુનાના કામે દરેક આરોપીને ૩ માસની સખત કેદ તથા રુા. ૧૦૦૦ દંડ તથા ભારતીય દંડ સંહીતાની કલમ ૪૪૮ મુજબના ગુનાના કામે દરેક આરોપીને ૬ માસની કેદ તથા રુા. ૧૦૦૦ દંડ તથા આરોપી નં. ૬ રામજી મોતીભાઇ પરમારને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૦૭ મુજબના ગુનાના કામે ૫ વર્ષની સખત કેદની સજા અને રુા. ૫૦૦૦ દંડનો હુકમ ફરમાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application