કેનેડા-અમેરિકા બોર્ડર પર ભારતીય પરિવારનું બરફમાં જામી જતા થયું હતું મોત, આવતીકાલથી બે આરોપીઓ સામે ટ્રાયલ શરૂ

  • November 16, 2024 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાન્યુઆરી 2022 માં કેનેડાથી યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે જીવ ગુમાવનારા ભારતીય પરિવારના કેસમાં આરોપી બે લોકો સામે 18 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે. મૃત્યુ પામેલાઓમાં જગદીશ પટેલ, પત્ની વૈશાલીબેન અને તેમના બે નાના બાળકો, 11 વર્ષનો વિહાંગી અને ત્રણ વર્ષનો ધાર્મિકનો સમાવેશ થાય છે. તાપમાન -38 ડિગ્રી સેલ્સિયસ હોવાથી તેઓ થીજી ગયા હતા.


બંનેએ પોતાને નિર્દોષ ગણાવ્યા
બંને આરોપીઓ પર અમેરિકામાં માનવ તસ્કરીના ઓપરેશનનો ભાગ હોવાનો આરોપ છે. બંનેએ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ડર્ટી હેરી તરીકે ઓળખાતા હર્ષકુમાર પટેલ કેનેડામાં વસ્તુઓનું સંકલન કરતા હતા. સ્ટીવ શેન્ડ અમેરિકામાં ડ્રાઇવર હતો, જેની તાજેતરમાં પટેલ દ્વારા ભરતી કરવામાં આવી હતી. મિનેસોટામાં વાન સુધી પહોંચવાની આશામાં પરિવાર આખી રાત પગપાળા મુસાફરી કરી રહ્યો હતો.


16 ડિગ્રી ઠંડી નરક સમાન
શેન્ડે કેનેડામાં તેના સાથીદારને ચેતવણી આપી કે દરેક વ્યક્તિ ખતરનાક પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા તેની ખાતરી કરી હતી. ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે બંનેએ પાંચ અઠવાડિયા સુધી સાથે કામ કર્યું હતું. એવો આરોપ છે કે તેઓ ઘણીવાર તીવ્ર ઠંડી વિશે વાત કરતા હતા. તેમની છેલ્લી મુલાકાત દરમિયાન શેન્ડે એક સંદેશ મોકલ્યો હતો, જેમાં "16 ડિગ્રી ઠંડી નરક સમાન છે." તેમ જણાવ્યું હતું. 19 જાન્યુઆરી 2022 ના રોજ શેન્ડને 11 અન્ય ભારતીયોને રીસીવ કરવાના કરવાના હતા. તેમાંથી માત્ર સાત જ બચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application