ગરબો ગ્લોબલ બનશે: યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાશે

  • December 06, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતનું ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના ખાતે સમારોહનું આયોજન થયું છે. જેનું જીવંત પ્રસારણ આજે સાંજે છ વાગ્યે કરાશે. આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દશર્વિતું મહત્વનું સ્થાન ધરાવે છે ગરબાનેમાં આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં એ મહત્વનું સ્થાન લીધું છે ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી એટલે કે વિશ્વનો સૌથી લાંબો ચાલનાર લોકો સૌ પણ બની ચૂક્યો છે આ નવરાત્રીના ગરબાને માણવા માટે દેશ વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે. ગરબો એટલે ભક્તિ ભાવ સ્નેહ અને પ્રારંભ પરીખ સહકારનું પ્રતિબિંબ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા સમૂહ માં ગવાતા ગરબાએ સમાજજીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરંપરા પ્રેરણા ઉત્સાહ ઉપરાતમાં આદ્યશક્તિના અવિભાવથી પ્રગટ તો ઉત્કૃષ્ટ ભાવનું પ્રતીક પણ છે સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે જેને યુનેસ્કો દ્વારા આજે અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application