અમિતાભ વર્ષમાં 2 વખત કરે છે બર્થડે સેલિબ્રેટ

  • October 12, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિતાભ બચ્ચન છેલ્લા 6 દાયકાથી બોલિવુડ પર રાજ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફોટો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તરપ્રદેશના ઈલાહાબાદમાં થયો હતો. તેના પિતા મશહુર કવિ હતા. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1969માં સાત હિન્દુસ્તાનીથી કરી હતી
અમિતાભ બચ્ચને પોતાના કરિયરની શરુઆતમાં હાઈટથી લઈ અવાજની પણ ખુબ અલોચના કરવામાં આવી હતી. પરંતુ તેમણે હાર માની નહિ અને આજે તેના દેશ સહિત વિદેશમાં પણ ચાહકો છે.
બિગ બી વર્ષમાં 2 વખત જન્મદિવસ મનાવે છે. તેની પાછળ એક કારણ પણ છે. પહેલો જન્મદિવસ 11 ઓક્ટોબરના રોજ આ દિવસે તેનો જન્મ થયો હતો. બીજો જન્મદિવસ 2 ઓગસ્ટના રોજ મનાવે છે. વર્ષ 1982માં આ દિવસે તે મોતના મુખમાંથી પાછા આવ્યા હતા.
ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન બેંગ્લુરુમાં બિગ બીની સાથે એક અકસ્માત થયો હતો. આ દરમિયાન તેઓ મરતા મરતા બચ્યા હતા. બેંગ્લુરુમાં 24 જુલાઈ 1982ના રોજ ફિલ્મ કુલીના એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા.
આ દરમિયાન બિગ બીની હાલત ખુબ ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક સર્જરી બાદ પણ તેના સ્વાસ્થમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. 2 ઓગસ્ટના અચાનક તેમના પગના અંગુઠાનું હલનચલ થયું અને ધીરે ધીરે તેના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો હતો.આ ગુડ ન્યુઝ સાંભળી બચ્ચન પરિવાર જ નહિ પરંતુ તેના લાખો ચાહકો ખુશ થયા હતા. અમિતાભ બચ્ચને 24 સપ્ટેબરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. બિગ બીએ હોસ્પિટલમાંથી બહાર નીકળી જિંદગી અને મોત વચ્ચે આ ભયાનક અગ્નિ પરીક્ષા હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application