અયોધ્યામાં અમેરિકન કંપની બનાવશે ૧૦૦ રૂમવાળું અધતન રિસોર્ટ

  • January 30, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામની મૂર્તિના અભિષેક બાદ ભકતો અને પ્રવાસીઓની સંખ્યામાં અણધાર્યેા વધારો જોવા મળી રહ્યો છે, તેમાં વધુ વધારો થવાની સંભાવના છે. પર્યટનની વધતી જતી શકયતાઓ અને પ્રવાસીઓની સુવિધા માટે હોસ્પિટાલિટી સેકટરમાં પણ રોકાણ વધી રહ્યું છે. પર્યટન નિયામક પ્રખાર મિશ્રાની હાજરીમાં, અયોધ્યામાં ૧૦૦ મના રિસોર્ટના નિર્માણ માટે પર્યટન ભવનમાં અમેરિકન ફર્મ મેસર્સ અંજલિ ઇન્વેસ્ટમેન્ટ એલએલસી સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. રિસોર્ટના નિર્માણથી અયોધ્યા આવતા પ્રવાસીઓ અને મહેમાનોની સુવિધામાં વધારો થશે એટલું જ નહીં, પ્રવાસીઓને શ્રે સુવિધાઓ મળશે અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે રિસોર્ટમાં રોકાણ કરતી અમેરિકન રિયલ એસ્ટેટ કંપનીના માલિક રમેશ નાંગુરનુરી છે, જેઓ મૂળ હૈદરાબાદના છે અને હાલમાં અમેરિકામાં રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. તેમણે કહ્યું કે, રામ મંદિરના ઉધ્ઘાટન બાદ અયોધ્યામાં પ્રવાસનની અપાર સંભાવનાઓને જોતા અહીં એક રિસોર્ટમાં રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જમીનની પણ ઓળખ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પ્રવાસન સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. હવે આના પર ટૂંક સમયમાં કામ શ થશે.

પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રવાસન વિભાગની રોકાણ નીતિ રોકાણકારો માટે અનુકૂળ છે. ઉત્તર પ્રદેશ પ્રવાસન ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સ્થાનિક પર્યટનની દ્રષ્ટ્રિએ તે દેશમાં પ્રથમ ક્રમે છે. વિદેશી પ્રવાસીઓની બાબતમાં પણ સિદ્ધિઓ હાંસલ કરવા માટે સતત પ્રયાસો ચાલુ છે.
પ્રવાસન નિર્દેશક પ્રખર મિશ્રાએ કહ્યું કે હોટલ અને રિસોર્ટના નિર્માણથી અયોધ્યામાં શ્રી રામ મંદિરની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ અને ભકતોના અનુભવમાં સુધારો થશે. આ ઉપરાંત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application