શહેરના રમતવીરો માટે બે નવા મેદાનની ફાળવણી પરંતુ મેદાનમાં રમત કયારે રમાશે...?

  • October 11, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશનના પદાધિકારીઓ-અધિકારીઓએ પોતાની રમત કોરાણે મુકીને સમર્પણ હોસ્પિટલ તથા હાપા માર્કેટીંગ યાર્ડની જગ્યામાં મેદાન બનાવવાનો નિર્ણય કર્યો છે તે મેદાન ઝડપથી શ થાય તેવું રમતવીરો ઇચ્છે છે: શહેરમાં ક્રિકેટના મેદાન લુપ્ત થઇ રહ્યા છે ત્યારે રમતવીરો જાગો !


જામનગર ક્રિકેટ માટે એક મહત્વનું સ્થાન ધરાવે છે, જેમના નામે રણજી ટ્રોફી રમાય છે અને દુલીપ ટ્રોફી દેશભરમાં રમાય છે, એવા તેજસ્વી વિરલાઓ પણ જામનગરના જ છે પરંતુ દુ:ખની વાત તો એ છે કે જામનગરમાં ક્રિકેટના મેદાનો લુપ્ત થઇ રહ્યા છે, કોર્પોરેશનને રમતવીરો માટે કોઇ ચિંતા નથી, શહેરમાં બે મેદાન બનાવવામાં આવશે તેવી હરખભેર જાહેરાત કયર્િ બાદ પણ આ માટે નકકર કાર્યવાહી કરવામાં ન આવતા ક્રિકેટ રસીકો અને અન્ય રમતના પ્રેમીઓ ઉગ્ર રોષમાં છે, અજીતસિંહજી પેવેલીયન ઉપર આંતરરાષ્ટ્રિય કક્ષાના કે રણજી ટ્રોફી કક્ષાના એક પણ મેચ રમાઇ શકતા નથી જેનું કારણ મેદાનનું લેવલીંગ છે. અગાઉ જામનગરના ઉત્સાહી પદાધિકારીઓએ બહુ મોટી-મોટી વાત કરી પરંતુ નાઘેડી બાજુ સ્ટેડીયમ બનવાનું હતું તે પ્રોજેકટ માત્ર કાગળ ઉપર રહ્યો છે, જામનગરને ક્રિકેટનું મેદાન મળે તે માટે કોઇ રાજકીય અગ્રણીઓએ પણ એવા જોરદાર પ્રયાસો કયર્િ નથી જેને કારણે શહેરને કોઇ નવી સુવિધા પ્રાપ્ત થઇ નથી, થોડા સમય પહેલા કોર્પોરેશને જાહેર કર્યુ હતું કે, જામનગરને સમર્પણ હોસ્પિટલ પાસે એક મેદાન મળશે, આ મેદાન હજુ સુધી મળ્યું નથી, છુટા-છવાયા મેચો રમાતા હોય છે પરંતુ જે સગવડતા જામનગર કોર્પોરેશને આ મેદાન માટે આપવી જોઇએ તે આપી નથી, એટલે કે કોર્પોરેશનના પદાધિકારીઓ ક્રિકેટનું મેદાન મળે તે માટે ગંભીર નથી, આ છે જામનગરનું રાજકારણ !!!


જામનગરે અનેક નામાંકીત ક્રિકેટરો આપ્યા છે, જામરણજીતસિંહજી, જામ દુલીપસિંહજી, ઓલ રાઉન્ડર સલીમ દુરાની, વિનુ માંડક, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા અનેક ક્રિકેટરો જામનગરમાંથી છે, ક્રિકેટ મેદાન બનાવવા માટે અગાઉ રજૂઆતો પણ થઇ છે, અજીતસિંહજી પેવેલીયન એટલે કે ક્રિકેટ બંગલા નામે ઓળખાતા આ મેદાનમાં જોઇએ તેટલી નિયમ મુજબ સગવડતા ન હોવાના કારણે રણજી ટ્રોફી, ઇરાની ટ્રોફી કે અન્‌ય કોઇ મેચો રમાઇ શકતા નથી એ જામનગરનું દુભર્ગ્યિ છે.


ગયા બજેટમાં જામનગરને બે નવા આધુનિક મેદાનો આપવામાં આવશે તેવી લોભામણી જાહેરાત કોર્પોરેશને કરી છે પરંતુ હજુ સુધી તેની કાર્યવાહી જે થવી જોઇએ તે થઇ નથી, સમર્પણ હોસ્પિટની પાસે કોર્પોરેશનની બે લાખ ફુટ જગ્યા છે તેમાં આ ક્રિકેટ મેદાન બનાવવામાં આવશે અને મેદાનને સમથળ બનાવાયું છે પરંતુ હજુ કોઇ એવી સગવડતા આપવામાં આવી નથી તેથી તેનો ઉપયોગ થઇ શકતો નથી. જામનગરમાં અગાઉ નવાગામ ઘેડમાં એક મેદાન હતું, હવે તો ધન્વંતરી મેદાન અને પ્રદર્શન મેદાનમાં નાની-મોટી ક્રિકેટ ટુનર્મિેન્ટ રમાય છે, કયારેક મેહુલ સિનેમા સામે આવેલ કીલુભાઇની વાડીમાં ટુનર્મિેન્ટ રમાડવામાં આવે છે ત્‌યારે કોર્પોરેશનના સતાધીશોએ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે એક જમીન રિઝર્વ રાખી છે જેમાં ફુટબોલ, હોકી, ક્રિકેટ અને વોલીબોલ જેવી રમત રમાઇ શકે તેમ છે, પરંતુ આ સવા લાખ ફુટની જગ્યામાં શા માટે ઝડપથી વિકાસ કરવામાં આવતો નથી ? જામનગરના ક્રિકેટ શોખીનો રમવા માટે આમ-તેમ ફાફા મારે છે, અજીતસિંહજી પેવેલીયનને વિકસાવાતું નથી, અગાઉ એક મોટો મેચ રમાઇ રહ્યો હતો પરંતુ આ મેચ અધવચ્ચેથી અટકાવી દેવામાં આવ્યો હતો, એનું કારણ એ છે કે એક બાજુના બોલીંગમાં ઢાળ જેવું હતું જેને કારણે આ મેચ રમી શકાયો નથી.


જામનગરની અનેક કોલેજીયન યુવતિઓ અને ધો.10-12માં અભ્‌યાસ કરતી બહેનો ક્રિકેટના પાઠ શીખી રહી છે એ એક સારી નિશાની છે, એ લોકોને સા કોચીંગ મળે એ માટે પ્રયત્નો કરવા જોઇએ, શા માટે મહીલા ક્રિકેટને મહત્વ અપાતું નથી ? હાલમાં મહેન્દ્રસિંહ ચૌહાણ નામના કોચ કે જેઓએ રવિન્દ્ર જાડેજાને તૈ્યાર કયર્િ છે તે થોડીઘણી મહેનત કરે છે પરંતુ તેમને સરકાર તરફથી જે પ્રોત્સાહન મળવું જોઇએ તે મળતું નથી તે જામનગરની કમનસીબી છે.


જયારે-જયારે ચૂંટણી આવે છે ત્‌યારે મોટા ઉપાડે એવી જાહેરાત કરવામાં આવે છે કે, અમે જામનગરને સરસ મેદાન આપીશું, જામનગરનો વિકાસ કરવો એ અમા પહેલું કામ છે પરંતુ આ બધા વાકયો ચૂંટણી સમયે સારા લાગે છે અને જેવી ચૂંટણી પુરી થઇ ગઇ એટલે તરત જ નવા ક્રિકેટ મેદાનની વાત પુરી કરી દેવામાં આવે છે.


કોર્પોરેશનની કેટલીક નવી ટીપી સ્કીમો અમલમાં આવી છે અને કેટલીક સ્કીમો અમલમાં લાવવા માટે સરકારની મંજુરીમાં મુકવામાં આવી છે ત્‌યારે પ્રશ્ર્ન એ થાય કે આ ટીપી સ્કીમોમાં રમત માટેના મેદાનો પણ હોય છે તે મહાપાલિકા શા માટે વેંચી દે છે, જો આવા મેદાનો ફાજલ રાખવામાં આવે તો તેના ઉપર ક્રિકેટરો રમત રમી શકે, પરંતુ જામનગરના રાજકીય લોકો તો પોતાની રમત રમવામાં માહીર છે જેને કારણે સાચી ક્રિકેટની રમત રમાતી નથી. વોલીબોલ, બેડ મીન્ટન, ટેબલ ટેનીસ અને અન્‌ય રમતો રમાડવા માટે સારા મેદાન અને કોટની જર છે તે જામનગરમાં નથી.
​​​​​​​

જામનગરમાં સતાધીશો શા માટે રમતના મેદાનો માટે સુગ અનુભવે છે ? નવા ખેલાડીને તૈયાર કરવા હશે તો નવા મેદાનો પણ જોઇશે, લાખો-કરોડો પિયાના ખચર્ઓિ કરવામાં આવે છે ત્‌યારે આવા ખચર્ઓિમાંથી થોડો ભાગ ક્રિકેટના મેદાનો માટે ફાજલ રાખે અને શહેરને નવા મેદાનો મળે તેવું સુચા આયોજન શા માટે કરવામાં આવતું નથી ? તેવો પ્રશ્ર્ન રમતવીરો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application