સજજન જિંદાલ પર ગુજરાતી એકટ્રેસ દ્રારા દુષ્કર્મનો આક્ષેપ

  • December 18, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈમાં એક ગુજરાતી એકટ્રેસે અબજોપતિ ઉધોગપતિ સજજન જિંદાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સન જિન્દાલે આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેઓ કાયદા અમલીકરણ એજન્સીઓને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, જિંદાલે પોતાના નિવેદનમાં કહ્યું, તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. તપાસ ચાલુ હોવાથી અમે તેના પર વધુ ટિપ્પણી કરીશું નહીં.


જિંદાલ પર આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તે ૬૪ વર્ષીય જિંદાલને થોડા વર્ષેા પહેલા દુબઈમાં એક ક્રિકેટ મેચમાં મળી હતી. આ પછી બંને મિત્રો બની ગયા. તેણીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, મહિલા એક એકટર છે. મુંબઈ પોલીસે તેમની સામે આઈપીસીની કલમ ૩૭૬ (દુષ્કર્મ), ૩૫૪ (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદે હત્પમલો કે ગુનાઈત બળપ્રયોગ ) અને ૫૦૩ (ગુનાઈત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યેા હતો. એફઆઈઆર અનુસાર આ ઘટના કથિતપે જાન્યુઆરી ૨૦૨૨માં બિઝનેસમેનની ઓફિસમાં બની હતી.


મહિલાએ એફઆઈઆરમાં દાવો કર્યેા છે કે તે સાંજના આશરે ૭ વાગ્યે તેમની ઓફિસમાં ગઈ હતી યાં ઉધોગપતિ સન જિંદાલે તેના પર દુષ્કર્મ આચયુ હતું. મહિલાએ કહ્યું કે ટેકસટ મેસેજના માધ્યમથી વાતચીતમાં બિઝનેસમેને વિવાહિત હોવા છતાં વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. મહિલાએ કહ્યું છે કે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસમાં તેણે ફરિયાદ નોંધાવી હતી પણ પોલીસે ધ્યાન નહોતું આપ્યું. બાદમાં છેવટે તેણે મજબૂર થઈને હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી.


૬૪ વર્ષીય સન જિંદાલ એક જાણીતા ભારતીય ઉધોગપતિ છે અને તેઓ જેએસડબ્લ્યૂ ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પણ છે. તેમનો જન્મ ૧૯૫૯માં થયો હતો. તેમના રૂપિતાનું નામ ઓમપ્રકાશ જિંદાલ છે અને તેમની માતા દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે. સાવિત્રી જિંદાલની નેટવર્થ ૧૪૨૮૪ કરોડ પિયા જેટલી જે આશરે ૧૭ અબજ ડોલર થાય છે. યારે જિંદાલ પરિવારની નેટવર્થ ૨૨ અબજ ડોલર થાય છે. તેમના પિતાનું ૨૦૦૫માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.

પીડિતા ગુજરાતની હોવાનો દાવો
માહિતી અનુસાર પીડિત યુવતી મૂળ ગુજરાતની હોવાનો દાવો કરાયો છે અને તેણે અમદાવાદમાં સ્કૂલ અને કોલેજ સુધી અભ્યાસ કર્યેા છે. પીડિત યુવતીએ અમદાવાદમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવેલી છે. એવો પણ દાવો કરાયો છે કે આ યુવતીએ એક કે બે હિન્દી ફિલ્મોમાં પણ કામ કયુ છે અને એટલા માટે જ તે અભિનેત્રી અને ડોકટર તરીકે ઓળખ ધરાવે છે. યુવતીનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષેાથી મુંબઈમાં સ્થાયી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application