થોડા સમય પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે મંદિર મસ્જીદ વિવાદ મુદે જે નિવેદન આપ્યું તે મુદો હવે વધુ ગરમાયો છે અને હવે તેમાં એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઘી હોમ્યુ છે કે દેશમાં તમામ વિવાદો આરએસએસના ઈશારે થઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા ના નિવેદન બાદ આ વિવાદએ નવું જ સ્વરૂપ લીધું છે. ઓવૈસીએ એમ પણ કહ્યું કે ભાજપ સરકાર સંભલમાં બધું જ પૂર્વ આયોજિત રણનીતિ મુજબ કરી રહી છે.
આરએસએસના વડા મોહન ભાગવત દ્વારા થોડા સમય અગાઉ મસ્જિદ-મંદિરને લઈને આપવામાં આવેલા નિવેદન પર દેશમાં રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે દેશમાં જે પણ થઈ રહ્યું છે તે આરએસએસના ઈશારે થઈ રહ્યું છે.હૈદરાબાદના સાંસદે કહ્યું, હું મોહન ભાગવતના નિવેદનને ક્યારેય શંકાનો લાભ આપીશ નહીં, આ દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે - મંદિરો, મસ્જિદો, લવ જેહાદ, મોબ લિંચિંગ, યુસીસી, વક્ફ બોર્ડ, આ બધું આરએસએસનો એજન્ડા છે. વકફ બીજેપી જે બિલ લાવવાનો પ્રયાસ કરી રહી છે તેમાં પણ આરએસએસ નું યોગદાન છે. એઆઈએમઆઈએમ ચીફે કહ્યું કે સંભલમાં બધું જ પૂર્વ આયોજિત વ્યૂહરચના હેઠળ ભાજપ સરકારના આશીવર્દિથી થઈ રહ્યું છે. તેમણે પૂછ્યું કે શું આરએસએસએ 1963 પહેલા રામ મંદિરની વાત કરી હતી?
આરએસએસ ચીફના કયા નિવેદને સર્જ્યો વિવાદ
આરએસએસ ચીફ મોહન ભાગવતે 19 ડિસેમ્બર 2024ના રોજ પુણેમાં કહ્યું હતું કે, રામ મંદિરના નિમર્ણિ પછી, કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે, આ સ્વીકાર્ય નથી. તેમના નિવેદનનો ઋષિ-મુનિઓએ ભારે વિરોધ કર્યો હતો. હવે આરએસએસના મુખપત્ર પંચજન્યમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક એવા તત્વો છે, જે ઐતિહાસિકતા અને આધ્યાત્મિકતાથી વંચિત છે, રાજકીય સ્વાર્થથી ભરેલા છે, જેમણે પોતાની રાજનીતિ ચમકાવવા, સમુદાયોને ભડકાવવા અને દરેક શેરી અને વિસ્તારના હિંદુ મંદિરોના ઉદ્ધારના રવેશનો ઉપયોગ કર્યો છે. પોતાને સર્વોચ્ચ હિંદુ તરીકે દશર્વિવાનું શરૂ કર્યું છે.આરએસએસના મુખપત્ર પંચજન્યના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, મંદિર હિંદુઓના આસ્થાના કેન્દ્રો છે, પરંતુ રાજકીય લાભ માટે તેનો ઉપયોગ બિલકુલ અસ્વીકાર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech