પાંચ દિવસમાં વૈશ્વિક સ્તરે 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ 'વેટ્ટૈયન' 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને સુપરસ્ટારને મોટા પડદા પર સાથે જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત હતા. એવામાં તમિલ એક્શન થ્રિલર જોવા માટે પહેલા દિવસે થિયેટરોમાં દર્શકોની ભીડ ઉમટી હતી અને આ સાથે તેણે બમ્પર ઓપનિંગ કર્યું હતું. ફિલ્મ 'વેટ્ટૈયન' રિલીઝ થયાને એક અઠવાડિયું પણ નથી થયું, છતાં પણ આ ફિલ્મ જંગી કમાણી કરીને તેની પ્રતિસ્પર્ધી ફિલ્મોને પાછળ છોડવામાં સફળ રહી છે. 'વેટ્ટૈયન' 'જીગરા' અને 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'ના એક દિવસ પહેલા રિલીઝ થઈ હતી, જેના કારણે આ ફિલ્મ એક દિવસના હિસાબે કમાણીમાં કેટલાક આંકડાઓથી આગળ રહી છે. પરંતુ તેણે છ દિવસ સુધી મજબૂત પકડ જાળવી રાખી છે.
ટીજે જ્ઞાનવેલ દ્વારા દિગ્દર્શિત 'વેટ્ટૈયન' એ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ હતી. આ એક્શન ડ્રામામાં રજનીકાંતે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહાદ ફાસિલ, મંજુ વૉરિયર અને રાણા દગ્ગુબાટી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મ 'વેટ્ટૈયન' ભ્રષ્ટાચાર સામે લડતા એક પોલીસ અધિકારી અથિયાન (રજનીકાંત)ની વાર્તા દર્શાવે છે, જેને લોકો પ્રેમથી 'વેટ્ટૈયન' પણ કહે છે. એક શિક્ષકની હત્યાની તપાસ દરમિયાન એક એન્કાઉન્ટર દરમિયાન તે આકસ્મિક રીતે એક નિર્દોષ વ્યક્તિને ગોળી મારી દે છે. જેમ જેમ 'વેટ્ટૈયન'ની વાર્તા આગળ વધે છે તેમ તેમ એક્શન અને સસ્પેન્સ વધતું જાય છે. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આમ છતાં ફિલ્મે સારું કલેક્શન કર્યું છે.
'વેટ્ટૈયન'માં રજનીકાંતના ધમાકેદાર એક્શને લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. સાઉથની આ ફિલ્મ તેની સાથે રીલીઝ થયેલી બોલિવૂડની કોઈ ફિલ્મ કરતાં વધુ પસંદ કરવામાં આવી રહી છે. વાર્તાની સાથે, તે દર્શકોને પસંદ આવવાનું બીજું કારણ એ પણ છે કે આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાંત એકસાથે જોવા મળે છે.
ઓપનિંગ વીકએન્ડમાં વેટ્ટૈયને ભારતમાં 104.75 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 189 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, સોમવારે એટલે કે પાંચમા દિવસે, ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો અને તેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 5.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. હવે ફિલ્મની રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારના કલેક્શનના આંકડા આવી ગયા છે. 'વેટ્ટૈયન' ફિલ્મે પાંચ દિવસમાં વૈશ્વિક સ્તરે 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. છઠ્ઠા દિવસે આ ફિલ્મ 264 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી છે. ફિલ્મ વિવેચક મનોબાલા વિજયબાલને ભારતમાં 'વેટ્ટૈયન' ફિલ્મનું કલેક્શન શેર કર્યું છે.
કમાણી ઘટી હોવા છતાં, આ ફિલ્મોથી આગાળ ચાલી રહી છે 'વેટ્ટૈયન'
'વેટ્ટૈયન' ઉપરાંત આલિયા ભટ્ટની 'જીગરા' અને રાજકુમાર રાવની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' પણ આ દશેરાના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કમાણીના મામલામાં આ ફિલ્મ 'જીગરા' અને 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'થી ઘણી આગળ છે. જ્યાં આલિયાનો 'જીગરા' 20 કરોડ રૂપિયા કમાવવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. રાજકુમાર રાવની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'એ પણ 20 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ બંને ફિલ્મોની સરખામણીમાં 'વેટ્ટૈયન'એ 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ત્યારે આ બધા વચ્ચે, નિર્માતાઓને આશા છે કે બીજા વીકએન્ડ પર 'વેટ્ટૈયન'ની કમાણી વધી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech