લેડી બોસ બની આલિયા ભટ્ટે ઇન્ટરનેટ પર વધાર્યો ફેન્સનો પારો

  • April 28, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ચેક્સ ડિઝાઇનના ડિસેન્ટ શૂટમાં આલિયાના ફોટા ઝડપથી વાઇરલ
  • એક ફેને આલિયાના વખાણ કરતા લખ્યું- ગુલાબો ઝરા ઇતર ગિરા દો


ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી આલિયા ભટ્ટે બોલીવૂડમાં બહુ નાની વયે ઊંચું મુકામ હાંસલ કરી લીધું છે. તે આજના સૌથી ટોપની અને વધુ ફી લેનારી એક્ટ્રેસ છે. ઉપરા ઉપરી હીટ ફિલ્મો અને શાનદાર અભિનયના બળે તે ટોચ પર પહોંચી છે. આજકાલ મા બનવાને કારણે તેણે ફિલ્મોમાંથી થોડો બ્રેક લીધો છે. છતાં સોશિયલ મીડિયા પર જરૂર છવાયેલી રહે છે. 


 આલિયા ભટ્ટ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરીને લોકોને દીવાના બનાવતી રહે છે. રાહાની મમ્મીના લેટેસ્ટ ફોટોશૂટને જોઈને ઘણા લોકોની ઉંઘ ઉડી ગઈ છે. એકેટ્રેસે ફોર્મલ લુકમાં પોતાની અમુક તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના ફોટા ના ફક્ત ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. પરંતુ, લોકોને તેનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 


ફોટામાં આલિયા ભટ્ટે સ્કાય બ્લૂ કલરના શર્ટની સાથે ચેક્સ  કોટ-પેન્ટ પહેરેલો છે. એક્ટ્રેસે કોટ પર ખૂબ જ સુંદર બ્રોચ પણ લગાવેલું જોવા મળ્યું છે. આલિયાએ ડાર્ક બ્લૂ કલરની ટાઈ અને ડીસેન્ટ સ્ટડ્સની સાથે પોતાના આ લુકને કમ્પ્લીટ કર્યો છે. 


આલિયા ભટ્ટ પોતાના ફેન્સને ના ફક્ત એન્ટરટેઇન કરવા પરંતુ લોકોના દિલો પર રાજ કરવા માટે પણ જાણીતી છે. એક્ટ્રેસના ખુલ્લા વાળ અને સટલ મેકઅપ તેણીના લુકને ચારચાંદ લગાવી રહ્યા છે.  આલિયા ભટ્ટના ક્લોઝ અપ લુકને જોયા બાદ ફેન્સ તેના દીવાના બનાવી રહ્યા છે. તેના આ ફોટોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.


આલિયા ભટ્ટને સોફા પર પણ બેસીને પોઝ આપતા જોઈ શકાય છે. એક્ટ્રેસની હૉટનેસ હાલ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહ્યા છે. રાહાની મમ્મી હાલ પોતાની પેરેન્ટિંગના સફરને એન્જોય કરી રહી છે. આલિયાનો આ નવો લુક લોકોની ફેશન સેન્સને ઈન્સપાયર કરવાની ક્ષમતા રાખે છે. 


 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટને 76.9 મિલિયન લોકો ફોલો કરે છે. કોમેન્ટ સેક્શનમાં આલિયા ભટ્ટના ફોટો અપલોડ થતાંની સાથે જ ફેન્સ સતત કોમેન્ટ કરીને એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. ફેન્સે કોમેન્ટ્સમાં વખાણ કરતાં લખ્યુ કે, 'ગુલાબો ઝરા ઈત્તર ગીરા દો', આ ડાયલોગ આલિયાની જ ફિલ્મ ગંગુબાઇનો છે.



આ સાથે અન્ય એક ફેન્સે કોમેન્ટ કરીને લખ્યું છે 'બોસ લેડી'. આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તેણી પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી. આ સાથે તેણી ખૂબ જ જલ્દી હોલિવૂડમાં પણ જોવા મળશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application