ન્યૂયોર્કમાં મેટ ગાલામાં આલિયા ભટ્ટ રેડ કાર્પેટ પર ધાંસૂ એન્ટ્રી કરી છવાઇ ગઇ

  • May 02, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ભારતીય સમય મુજબ સવારે 4 વાગ્યાના શોના ફોટા જોત જોતામાં વાઇરલ
  • ઇવેન્ટમાં આલિયાનો પ્રિન્સેસ લુક જોઇ થયું હૂટિંગ અને શાનદાર સ્વાગત


બોલીવૂડની બબલી  આલિયા ભટ્ટે પહેલીવાર ન્યૂયોર્કમાં મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું. આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતા જ તેનો લુક જોઈને ખૂબ હૂટિંગ થવા લાગી. ક્યૂટ આલિયા વ્હાઇટ પ્રિન્સેસ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આલિયા ભટ્ટના ફેન્સ એક્ટ્રેસના મેટ ગાલા ડેબ્યૂને લઇને ખૂબ જ એક્સાઇટેડ હતા. આલિયાએ પણ ફેન્સની એક્સાઇટમેન્ટને જાળવી રાખી અને જેવું ડેબ્યૂ કર્યુ તો તેનો લુક જોઇને ફેન્સ તેના ચહેરા પરથી નજર ન હટાવી શક્યા.


આલિયા આ ડ્રેસમાં એટલી સુંદર લાગી રહી છે કે તેના ચહેરા પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ બની જશે. આલિયા માથાથી પગ સુધી પ્રિન્સેસ જેવી લાગતી હતી. એક્ટ્રેસે પણ રેડ કાર્પેટ પર આવીને એકથી એક પોઝ આપીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. આલિયાની બહેન શાહીને રેડ કાર્પેટ પર ડેબ્યુ કરતાની સાથે જ આલિયાના ઘણા ફોટા શેર કર્યા છે. તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું- 'એન્જલ'. મેટ ગાલાનું આયોજન ભારતીય સમય અનુસાર આજે સવારે જ લગભગ 4 વાગ્યે કરવામાં આવ્યું હતું.


સોશિયલ મીડિયા પર આલિયાનો મેટ ગાલાનો વીડિયો અને ફોટોઝ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ઘણા લોકો આલિયાના લાંબા વ્હાઇટ ડ્રેસને પાછળથી પકડતા જોવા મળે છે. એક્ટ્રેસે એન્ટ્રી લેતા જ તેના ફેન્સે હૂ઼ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આલિયાએ પણ ખુશ થઇને તેમને વેવ કર્યુ અને એકથી એક લુક આપવા લાગી.


આ ખાસ ઇવેન્ટ માટે આલિયાએ ઇન્ટરનેશનલ ડિઝાઈનર પ્રબલ ગુરાંગનો ડિઝાઈનર પ્રિન્સેસ ડ્રેસ પહેર્યો હતો. જેને પહેરીને તે રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી. મેટ ગાલામાં ડેબ્યુ કરતા પહેલા, એક્ટ્રેસ પ્રબલ ગુરાંગને તેના સ્ટુડિયોમાં મળવા ગઈ હતી. આ મુલાકાતનો ફોટો પ્રબલ ગુરાંગે ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં આલિયા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.



આલિયા ભટ્ટે મેટ ગાલામાં ડેબ્યૂ કરતા પહેલા તેના લુકની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું હતું કે - Here we go. જોકે આ ફોટોમાં આલિયાનો ચહેરો અને તેનો ડ્રેસ દેખાતો નહોતો કારણ કે આ ફોટો અંધારામાં લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application