વર્ષ ૨૦૨૫માં હવાઈ મુસાફરોની સંખ્યા વધીને ૪૨ કરોડ થવાની શકયતા: ઇક્રા

  • December 04, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા ૪૦.૭ થી ૪૧.૮ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા છે. રેટિંગ એજન્સી ઇક્રાએ આ વાત કહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં આ આંકડો ૩૭.૬૪ કરોડ હતો. આ કોવિડ–૧૯ વૈશ્વિક રોગચાળા પહેલા કરતા ૧૦ ટકા વધુ છે. ઇક્રાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં મુસાફરોની સંખ્યા ૪૦.૭ થી ૪૧.૮ કરોડ થવાની ધારણા છે, જેમાં એકંદર ટ્રાફિકમાં લગભગ ૮–૧૧ ટકા વાર્ષિક વધારો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં પસંદગીના એરપોર્ટ ઓપરેટર્સની કુલ આવક વાર્ષિક ધોરણે ૧૫–૧૭ ટકા વધવાની અપેક્ષા છે. ઇક્રાએ આ રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ દિલ્હી, હૈદરાબાદ અને કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેટરો વચ્ચે કરવામાં આવેલા સર્વેના આધારે તૈયાર કર્યેા છે.
વિનય કુમાર, વાઇસ પ્રેસિડેન્ટ અને ઇક્રા ખાતે કોર્પેારેટ રેટિંગના એરિયા હેડ એ જણાવ્યું કે ભારતીય એરપોર્ટ પેસેન્જર સંખ્યામાં સુધારો અન્ય મુખ્ય વૈશ્વિક સમકક્ષોની સરખામણીમાં સૌથી વધુ છે. તેણે જણાવ્યું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક પેસેન્જર ટ્રાફિકમાં ભારતનો હિસ્સો ૪.૨ ટકા હતો, જે ૨૦૧૯માં ૩.૮ ટકા હતો. તેમણે કહ્યું, મજબૂત આર્થિક વૃદ્ધિ તેમજ નવા ટના ઉમેરાને કારણે ભારતીય પેસેન્જર ટ્રાફિકમાં ૧૦૬ ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. પ્રી–કોવિડની સરખામણીમાં. પહોંચી ગયું. ભારતીય એર પેસેન્જર ટ્રાફિક વૈશ્વિક ટ્રેન્ડને પાછળ રાખી દે તેવી શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News