એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટને સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી, જાણો શું છે સમગ્ર મામલો..

  • February 22, 2023 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ. વિમાનને સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સીમાં ઉતારવામાં આવ્યું છે. વિમાનમાં લગભગ 300 મુસાફરો હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ કર્યા બાદ વિમાનના એક એન્જિનમાંથી ઓઈલ લીક થવા લાગ્યું હતું, ત્યારબાદ સ્વીડનમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
​​​​​​​

મુસાફરોને કોઈ નુકસાન થયું નથી અને તે બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફાયર બ્રિગેડના અનેક વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, સંયોગ સારો હતો અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી.

તમને જણાવી દઈએ કે દુબઈથી તિરુવનંતપુરમ આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને રવિવારે લેન્ડિંગ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરક્રાફ્ટમાં સમસ્યાનો અહેસાસ થયા બાદ પાયલોટે ઉતાવળમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની મદદ લીધી, જેના પછી વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ શક્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રનવે પર ઉતર્યા બાદ IX 540 એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એરક્રાફ્ટના આગળના વ્હીલની ઉપરની સપાટી દૂર થઈ ગઈ છે. જોકે, તેને વિમાન માટે મોટો ખતરો માનવામાં આવ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application